લો બોલો … પેટ્રોલપંપ બંધ હોવાથી ST મુસાફરોને 3 કિમી દૂર ઉતારે છેઃ રાજપીપળામાં લોકો પરેશાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ રાજપીપળા એસટી ડેપોનો ડીઝલ પંપ બંધ હોવાથી અન્ય પંપ પર બધી બસ ડીઝલ પુરાવવા માટે જતી હોવાથી મુસાફરોને શહેરથી 3 કિલોમીટર દુર ઉતારી દેવામાં આવે છે. નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી ડેપોનો ડીઝલ પંપ બંધ છે, જેના કારણે બસ ચાલકો અન્ય પંપ પર ડીઝલ પુરાવવા માટે બસ લઈ જતા હોવાથી મુસાફરોને શહેરથી 3 કિલોમીટર દુર ઉતારી દેતા હોવાના કારણે મુસાફરોને રિક્ષાનું વધારાનું ભાડુ ચુકવવાની ફરજ પડી રહી છે. મુસાફરોને તે કારણથી સોના કરતાં ઘડામણ મોંઘી પડે તેવો ઘાટ મુસાફરોનો થયો છે.

એસટી ડેપોનો આડેધડ વહીવટ
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપોના આડેધડ વહીવટના કારણે રાજપીપળાથી વડોદરા તરફ જઈ પરત ફરતા મુસાફરોને પૂરતું બસ ભાડું રાજપીપળા એસ.ટી ડેપો સુધીનું ચુકવવા છતાં રાજપીપળાના પ્રવેશ દ્વાર અવધૂત મંદિરે ઉતારી દેવામાં આવે છે. હવે ત્યાંથી ડેપો 2 કિમી અને સંતોષ ચાર રસ્તા 3 કિમી દૂર છે. મુસાફરો ચાલતા કઇ રીતે જાય એટલે ના છૂટકે રિક્ષા કરવી જ પડે… મુસાફરોને વધારાનું રિક્ષા ભાડું ખર્ચ કરીને પોતાના ઘરે અથવા સંતોષ ચાર રસ્તા સુધી આવવું પડે છે. જેમાં સિનિયર સીટીઝન મુસાફરોને, સામાન વધારે હોય તેવા મુસાફરોને, પરિવાર સાથે હોય તેવા મુસાફરોને તો ફરજિયાત રિક્ષા કરવી જ પડે છે અને જેટલું ભાડું વડોદરાથી રાજપીપળા આવતા થયું એટલું જ ભાડું અવધૂત મંદિરથી ઘર સુધી જતા થઈ જાય છે. મુસાફરોને ઉતારીને બસ ચાલકો ડીઝલ પુરાવવા માટે જતા રહે છે.

ડેપો મેનેજરે શું કહ્યું…?
અવઘૂત મંદિર પાસે ઉતરેલાં મુસાફરોને રાજપીપળા શહેરમાં આવવા માટે સ્પેશિયલ રિક્ષા કરવાની ફરજ પડી રહી છે. જોકે રાજપીપળા ડેપોના ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, મુસાફરો તેમની જાતે જ અધવચ્ચે ઉતરી જાય છે. મુસાફરોને અવધુત મંદિર પાસે ઉતારી દેવા અમારા તરફથી કોઇ સૂચના આપવામાં આવી નથી અને જો આવું થતું હશે તો જે તે એસટી બસના કંડેક્ટરને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT