… અને હું પહેલી વખત પ્રમુખ સ્વામીને મળ્યોઃ જાણો PM મોદીએ કઈ ઘટના યાદ કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ BAPS સંસ્થાના પ્રખર વ્યક્તિત્વ તરીકે જાણિતા પ્રમુખ સ્વામી મહારાજની ખ્યાતી દેશમાં જ નહીં વિદેશોમાં પણ એટલી જ પહોંચી છે. ગુજરાતના અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજનો 100મો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. હાલમાં જ યુકેના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળનારા ઋષિ સુનક દ્વારા પણ આ શતાબ્દી પ્રસંગે વીડિયો સંદેશ થકી લોકોને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સંસ્થા દ્વારા યુકે માટે કરાયેલા કામોને લઈને આભાર પણ માન્યો હતો. સાથે જ આજે અહીં મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી સાથેના પોતાના સમયને યાદ કર્યો હતો. સાથે જ તેમને ફરી એક વખત પિતા તુલ્ય ગણાવ્યા હતા. પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં પ્રમુખ સ્વામી નગરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ રીતે પહેલી વખત હું પ્રમુખ સ્વામીને એકાંતમાં મળ્યોઃ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બ્રહ્મવિહાર સ્વામી અંદરની વાતો પણ કરતા રહ્યા છે. બાલ્યાવસ્થાથી જ મારા મનમાં કાંઈક આવા જ ક્ષેત્રોથી આકર્ષણ રહ્યું, પ્રમુખ સ્વામીજીના પણ દૂરથી દર્શન કરતા રહેતા હતા. ક્યારેય કલ્પના ન હતી કે તેમની નીકટ પહોંચીશું. પરંતુ સારું લાગતું હતું, દૂરથી પણ દર્શન કરવાની તક મળતી હતી સારું લાગતું હતું. વય પણ નાની હતી પરંતુ જીજ્ઞાસા વધતી જતી હતી. ઘણા વર્ષો પછી વર્ષ 1981માં મને પહેલી વખત એકાંતમાં તેમની સાથે સત્સંગ કરવાનો અવસર મળ્યો અને મારા માટે સરપ્રાઈઝ હતું કે તેમણે મારા અંગે થોડી જાણકારી ભેગી કરી રાખી હતી. અને પુરો સમય તેમણે ન કોઈ ધર્મની ચર્ચા, ન કોઈ ઈશ્વરની ચર્ચા, ન કોઈ આધ્યાત્મની ચર્ચા, પુરી રીતે ફક્ત સેવા, માનવ સેવા જ વિષયો પર વાતો કરતા રહ્યા. તે મારી પહેલી મુલાકાત અને એક એક શબ્દ મારા હૃદય પર અંકિત થતો હતો. તેમનો એક જ સંદેશ હતો કે જીવનનો સર્વોચ્ચ લક્ષ્ય સેવા જ હોવો જોઈએ, અંતિમ શ્વાસ સુધી સેવામાં લાગ્યા રહેવું જોઈએ. આપણા ત્યાં તો શાસ્ત્રો જ કહે છે કે નર સેવા જ નારાયણ સેવા છે, જીવમાં જ શિવ છે. પરંતુ મોટી મોટી આધ્યાત્મીક ચર્ચાને સરળ શબ્દોમાં વર્ણવતા હતા. તેઓ જેવા વ્યક્તિ તેવું જ પિરસતા હતા જેટલું તે પચાવી શકે. અબ્દુલ કલામજી મોટા વૈજ્ઞાનીક જેમને પણ તેમને મળીને કાંઈક મળતું હતું અને સંતોષ થતો હતો. મારા જેવો સામાન્ય સેવક પણ મળતો તો તેમને પણ કાંઈક મળતું હતું અને સંતોષ થતો હતો.

ADVERTISEMENT

સુનકે કોરોના વખતની સેવાને યાદ કરી
ઋષિ સુનકે કહ્યું કે, મહાન સ્વામી મહારાજને નમસ્તે અને તમામને જય સ્વામીનારાયણ, આ ખાસ પ્રસંગે મારા માટે ગર્વની વાત છે કે મને તમને મારી વાત વ્યક્ત કરવાની તક મળી છે. બીજાઓ માટે જીવનારા પ્રમુખ સ્વામી મહારાજે ઉંડી છાપ છોડી છે. યુકેમાં નેસડેનના ભવ્ય મંદિર થકી તેઓ અમારા પ્રેરણાદાયી બન્યા. અમારી લંડન સ્કાયલાઇનના પ્રખ્યાત સ્થાનેથી સ્થાનિક સમુદાય માટે સેવાઓ તરીકે ખૂબ જાણીતી છે. પ્રમુખ સ્વામી મહારાજે સમસ્ત યુકેને પ્રેરણા આપી છે, કોરોના સમયે તેઓની પ્રેરણા સાથે ન માત્ર હિન્દુ સમાજ માટે પરંતુ બીજા ઘણા લોકો માટે ખડે પગે થયા છે. અમારા આઈકોનીક વેમ્બલી સ્ટેડિયમમાં તેમના કામો અને અમારા દેશ માટે કરાયેલા કાર્યોને લઈને ભાવાંજલી આપવામાં આવી છે. પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતીને લઈને તેમણે શુભકામનાઓ પણ આપી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT