મોરવા હડફમાં ગૌવંશને કારમાં ચોરી કરી લઈ જનારાઓ પૈકીનો એક ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરાઃ મોરવા હડફ તાલુકામાં આવેલા સંતરોડ ગામે ઇન્દિરા કોલોનીમાં વહેલી પરોઢે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઘર આંગણે બાંધી રાખેલા ગૌવંશને એક સિલ્વર કલરની ફોર વ્હીલ ગાડીમાં લઈ જતાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જે બાબતે મોરવા હડફ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના ગણતરીના કલાકોમાં જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિત ડીસ્ટાફની ટીમે ફોર વ્હીલ ગાડીમાં ગૌવંશની તસ્કરી કરનાર એક આરોપીને અટકાયત કરી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મોરવા હડફ પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો હતો.

ગુજરાત AAPના નેતાઓ દિલ્હી પહોંચ્યા, આગામી ચૂંટણીને લઈ ઘડી રણનીતિ

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તરફથી જિલ્લામાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અંગે નાયબ પોલીસ અધિક્ષક પી આર રાઠોડને સૂચનાઓ આપી હતી. જે સૂચનાઓના આધારે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એમ સંગાડાના ઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરવા હડફ પોલીસ મથકના હદમાં આવેલા સંતરોડ વિસ્તારમાંથી ગૌવંશની ચોરીમાં વપરાયેલી ફોર વ્હીલ ગાડી જેનું રજી.નં એમએચ 01એઈ 7532 ની જે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. જે ફોર વ્હીલ ગાડી લઇ બે ઈસમો ગોધરા વડોદરા હાઇવેની બાજુમાં આવેલા સલામત સોસાયટીની અંદર આવેલ ખુલ્લી જગ્યામાં ઊભા રહ્યા છે.

ડાંગઃ શાળામાં બાળકોને મજુરી કરાવતા Viral Video બાબતે શિક્ષણાધિકારીએ કહ્યું, કાર્યવાહી થશે

જે બાતમીના આધારે ગોધરા બી ડિવિઝન પીઆઈ આર એમ સંગાડા એએસઆઈ રણજીતસિંહ સોમસિંહ, એએસઆઈ મુકેશભાઇ રણછોડભાઈ, હેડ કોન્સ્ટેબલ શંકરસિંહ સજ્જનસિંહ, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પૂજાલાલ, હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ દશરથસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ગણપતસિંહ ભીમસિંહ, રાજેન્દ્રસિંહ ગુલાબસિંહ અને અલ્પેશભાઈ નારણભાઈએ માહિતી પ્રમાણેની જગ્યાએથી મોરવા હડફ પોલીસમાં ચોરીમાં વપરાયેલી ફોર વ્હીલ ગાડી સાથે ફીરદોશખાન અઝીજખાન પઠાણ (રહે. હયાતની વાડી માસુમ મસ્જિદ પાસે ગોધરા) ને પકડી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તા 01/01/2023 ના રોજ ફોર વ્હીલ ગાડી લઈને અમે સંતરોડ ગામે ગયા હતા. ત્યાં અમે બે ગાયોને ફોર વ્હીલ ગાડીમાં મૂકી ચોરી કરી લઇ આવીને હયાતની વાડી પાસે ઉતરી ગયા હતા. ત્યારબાદ ગાયો ભરેલી ગાડીને લઈ અમારી સાથેના વાહીદ યુસુફ મીઠા તથા બીજા બે ઈસમો લઈ જતા રહ્યા હતા. જ્યારે ચોરેલી ગયો વાહીદ યુસુફ મીઠાએ ક્યાં ઉતારી છે તેની મને ખબર નથી. તેમ જણાવી ગુનાની કબુલાત કરી હતી. આમ બી ડિવિઝન પોલીસે ફિરદોશ ખાન અઝીજખાન પઠાણને પકડી મોરવા હડફ પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો હતો. હવે બાકીના શખ્સોની પાછળ પર પોલીસ તંત્ર લાગ્યું છે અને અન્ય સંડોવાયેલાઓને પણ ટુંક સમયમાં ઝડપી પાડશે તેવી પોલીસને આશા છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp

    ADVERTISEMENT