મહીસાગરઃ લુણાવાડા નગરપાલિકામાં હોબાળો, ડેમ છલોછલ, તો પાણીની બુમો કેમ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહીસાગરઃ મહિસાગરની લુણાવાડા નગરપાલિકામાં આજે શુક્રવારે પાણીને લઈને ભારે હોબાળો થયો હતો. ભર શિયાળે પાણીની બુમો પડતા અહીં હાજર સહુ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નં. 3 અને 4ના કેટલાક લોકો નગરપાલિકા પર આવી પહોંચ્યા હતા અને પાણીની સમસ્યાને લઈને હોબાળો મચાવ્યો હતો. જેને કારણે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા હતા કે હાલમાં લુણાવાડાને પાણી પુરુ પાડતો પાનમ નદીનો ચેક ડેમ પાણીથી ભરેલો છે છતા લોકોને પાણી કેમ મળી રહ્યું નહીં હોય?

ચીફ ઓફિસરની ઓફીસમાં મચાવ્યો હોબાળો
લુણાવાડા નગરપાલિકામાં આજે ગુરુવારે વોર્ડ નંબર 3 અને 4ના કેટલાક મહિલાઓ અને પુરુષો લુણાવાડા નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે અહીં પોતના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરની કેબીનમાં તેમણે ભારે હોબાળો પણ મચાવ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી તેઓ પાણીની સમસ્યાથી પરેશાન હોવાનું તેમણે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં ઠેરઠેર પાણી પહોંચાડ્યાના દાવાઓ નેતાઓએ ઘણા કર્યા હતા પરંતુ અહીં જાણે કે સ્થિતિ જ કાંઈક જુદી છે તેવો ઘાટ ઘડાયો હતો.

પદાધિકારીઓની કામગીરી પર સવાલો
મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો તથા પૂર્વ નગરપાલિકા સભ્ય મુન્નાખાન પઠાણે નગરપાલિકાના ચીફ ઓફિસરને આ મુદ્દે રજૂઆત કરી હતી. શિયાળામાં જો પાણી નથી મળતું તો ઉનાળામાં શું હાલત થશે. આ તરફ તંત્ર પર સવાલો પણ ઊભા થયા હતા કે, પાનમ નદીનો ચેક ડેમ કે જે લુણાવાડા નગરને પાણી પુરુ પાડે છે તે પાણીથી લબાલબ છે તો પછી શહેરીજનોને પાણી માટે ઉહાપોહ કેમ મચાવવો પડે છે. પાણી નહીં મળતા નગરપાલિકાના પદાધિકારીઓની કામગીરીઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આગામી સમયામં ચૂંટણી આવી રહી છે ત્યારે આવી નારાજગીઓ સ્થાનીક કક્ષાએ નેતાઓને નુકસાન પહોંચાડી શકે તેમ હોવાનું પણ અહીં લોકોનું માનવું છે.

ADVERTISEMENT

(વીથ ઈનુપટઃ વિરેન જોશી, મહીસાગર)

    follow whatsapp

    ADVERTISEMENT