ગુજરાતના ખેડૂતોનો આ કેવો વિકાસ? 1997ના ટેસ્ટીંગ પછી આ કેનાલોમાં પાણી જ નથી છોડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રાવિયા.અમરેલીઃ જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં સિંચાઇની કેનાલો શોભાના ગાઠિયા સમાન બની છે. ખાંભાના રાયડી ડેમ માંથી સિંચાઇ માટે બનાવેલી કેનાલોનું કરોડો રૂપિયાનું આંધણ થયું છે. નાગેશ્રી મીઠાપુર ગામની કેનાલો 1995 માં બનાવવામાં આવી હતી. 1997માં ટેસ્ટીગ માટે પાણી છોડાયું હતું. બાદ 25 વર્ષથી આ કેનાલ માં પાણી છોડાયુ નથી રાયડી ડેમના ડાબા કાંઠાના બાલાની વાવ, કંથારીયા, નાના બારમણ સહિતના ગામડાઓના ખેડૂતો ને 4 વર્ષથી કેનાલોમાં પાણી ન છોડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

PM ઠારીને આવ્યા ત્યાં કાયદા મંત્રીએ નવો પલિતો ચાપ્યો, જજોએ ચૂંટણી નથી લડવાની હોતી

જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાઓમાં કેનાલો તૂટીને બેહાલ બની
ગુજરાતીમાં કહેવત છે કે, કુવામાં હોય તો અવેડામાં આવે પરંતુ આ રાયડી ડેમ ભરેલો છે પણ કેનાલોમાં પાણી નથી આવતું. આવી પરિસ્થિતિ થઈ છે. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાઓની ખેડૂતોને તાતી જરૂરિયાત હોય છે. સિંચાઈના પાણીની ત્યારે આ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પાણી મોળા અને ધૂંધળા પાણી હોવાના કારણે પિયત માટે મીઠા પાણીની ખૂબ જ ખેડૂતોને જરૂરિયાત હોય છે. ખાંભા તાલુકાના મોટા બારમણ ખાતે રાયડી ડેમ આવેલો છે. આ ડેમ નીચે આવતા ગામોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલો વર્ષો પહેલા બનાવવામાં આવી છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે નાગેશ્રી અને મીઠાપુર ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ 1995 માં બનાવવામાં આવી હતી. 1997 માં ટેસ્ટીંગ માટે એકવાર પાણી આપવામાં આવેલું પરંતુ આજ દિવસ સુધી આ કેનાલમાંથી ખેડૂતોને ક્યારેય પાણી મળ્યું નથી. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કિસાન સંઘ અને ખેડૂતો કરી છે, પરંતું ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે તંત્રએ આજ દિવસ સુધી તસ્તી લીધી નથી. રાયડી ડાંબા કાઠાની કેનાલો સરકારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવી છે પરંતુ હાલ આ કેનાલો માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન ઊભી છે.

કેનાલ માત્ર કહેવા માત્ર
રાયડી ડેમના ડાબા કાંઠાના ખાલસા કંથારીયા બારમણ બાળાની વાવ સહિતના ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે કેનાલો આવેલી છે પણ હાલ આ કેનાલોની તૂટેલી સ્થિતિ જોવા મળી રહી છે. કેનાલ માત્ર કહેવા માત્ર ઊભી છે ત્યારે બાળા ની વાવ ખાલસા કંથારીયા ગામના ખેડૂતોને ચાર વર્ષ પહેલા આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે અનેક વાર ડાબા કાંઠાના વિસ્તારના ખેડૂતોએ સ્થાનિક તંત્રને ખૂબ રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ આ કેનાલ તૂટેલી છે. રિપેરીંગ કામ કરવામાં નથી આવ્યું કે ચાર વર્ષથી પાણી છોડવામાં નથી આવેલું ત્યારે આ કેનાલના ભૂંગળાની અંદર દીપડા ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ ઘર કરી ગયા છે. કેનાલ ઉપર બાવળની જાળીઓ ઉભી છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ કેનાલ રિપેરીંગ કરી અને સિંચાઈનો પાણીનો લાભ ખેડૂતોને મળે.

ADVERTISEMENT

સરકારની સુસ્તીએ ખેડુતનો જીવ લીધો, ઠંડીમાં ઠુંઠવાઇને જગતના તાતનું મોત

ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો
અમરેલી કિસાન સંઘના મંત્રી બાબભાઈ વરુએ પણ આ અંગે આકરી પ્રતિક્રિયાઓ આપેલી છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે બીજી તરફ રાયડી ડેમ ભરચક હોવા છતાં કેનાલો જ બિસ્માર પડી હોય ને સરકારના લાખો રૂપિયા એળે ગયા હોય ત્યારે સરકારી તંત્રના બાબુ દ્વારા હવે ખેડૂતોને સિંચાઇ ના પાણી માટે માંગણીઓ આવી છે ને પાણી આપવામાં આવશે પણ કેનાલો તૂટેલી પડી છે તેની પહેલા ડીટેઇલ સરવે કરાવવાની વાતો કરે છે ને પચીસ પચીસ વર્ષથી કેનાલો જ બંધ થઈ ગયા બાદ હવે ઘોડા છૂટયા પછી તબેલે તાળા મારવાની વાત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરે કરી હતી

ગુજરાત સરકારની ઇમ્પેકટ ફી યોજનાને નબળો પ્રતિસાદઃ જામનગરમાં 3 મહિનામાં માત્ર 623 અરજી

સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચીને ખેડૂતો માટે સિંચાઇનું પાણી મળે તેવી વ્યવસ્થા 27 વર્ષ પહેલાં કરી દીધી પણ તંત્રના અધિકારીઓની અણ આવડતને કારણે જગતના તાતની દશા કફોડી બની છે ને ખેડૂતોને સિંચાઇના પાણી માટે ની કેનાલો જ બિસ્માર થઈ ગઈ હોય તો સિંચાઇનું પાણી ક્યાંથી મળે તે યક્ષ પ્રશ્ન સર્જાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT