‘આવા શબ્દો બોલવા નહીં’ને જાહેરમાં તો નહીં જ, બરાબર’- જામનગરના મહિલા મેયરનો પિત્તો કોર્પોરેટર પર છટક્યો
દર્શન ઠક્કર.જામનગરઃ પાલીતાણા પ્રકરણ મુદ્દે જામનગર જૈન સમાજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપતી વેળાએ વિવાદ થયો છે. જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરનું કોર્પોરેટરે જાહેરમાં અપમાન…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ પાલીતાણા પ્રકરણ મુદ્દે જામનગર જૈન સમાજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપતી વેળાએ વિવાદ થયો છે. જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરનું કોર્પોરેટરે જાહેરમાં અપમાન કર્યું હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટરે કહ્યું સમાજને આગળ આવવા દો આપણે તો મહાનગરપાલિકામાં આગળ જ હોઈએ છીએ. જામનગરના મેયર બીનાબેન કોઠારીએ પણ જાહેરમાં વળતો જવાબ આપ્યો હતો. ભાજપના કોર્પોરેટર નિલેશ કગથરાએ આ શબ્દો જાહેરમાં કહેતા મેયરે પણ જાહેરમાં જ જવાબ આપ્યો હતો કે હું ફોટા પડાવવા નથી આવી સમાજ માટે આવી છું. આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
મેયર અને કોર્પોરેટરની તૂતૂ મેમેનો વીડિયો વાયરલ
ભાવનગરના પાલીતાણા ધર્મસ્થાન પર થયેલી તોડફોડ મામલે જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના તમામ શહેર-જિલ્લાઓમાંથી જૈન સમાજના લોકો દ્વારા તંત્રને આવેદન પત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. એવામાં આજે શુક્રવારે જામનગરમાં પણ જૈન સમાજ દ્વારા વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા કલેકટર ઓફિસમાં વિવાદ સર્જાયો હતો. કારણ કે, અહીં જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર પણ હાજર હતા અને ભાજપના જ કોર્પોરેટર તેમજ જૈન સમાજના અગ્રણી નિલેશ કગથરા પણ હાજર રહ્યા હતાં. જ્યાં કલેકટરને આવેદન પત્ર આપતી વેળાએ ભાજપના કોર્પોરેટર નિલેશ કગથરાએ જાહેરમાં કહ્યું હતું કે, ફોટામાં સમાજના અગ્રણીઓને આગળ રહેવા દો, આપણે તો મહાનગરપાલિકામાં આગળ જ હોઈએ છીએ. જે શબ્દોને લઈને મેયરે પણ વળતો જવાબ આપ્યો હતો કે, હું ફોટા પડાવવા નથી આવી, હું પણ સમાજ માટે જ આવી છું, મારે ફોટા પડાવવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ કલેકટરને આવેદન પત્ર પાઠવી હાજર તમામ લોકો જ્યારે બહાર જઈ રહ્યા હતા. ત્યારે મેયરે કોર્પોરેટરને કહી દીધું હતું કે, આવા શબ્દો બોલી મને સંભળાવવાનું નહીં, અને જાહેરમાં તો કદી નહીં બરાબર… !!! આમ મેયર અને કોર્પોરેટર વચ્ચે શાબ્દિક તું તું મેં મેં જોવા મળતા તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જે મામ નો વીડિયો સોશ્યલ મીડિયામાં પણ ભારે વાયરલ થયો હતો.
પાલીતાણા પ્રકરણ મુદ્દે જામનગર જૈન સમાજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપતી વેળાએ વિવાદ થયો છે. જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરનું કોર્પોરેટરે જાહેરમાં અપમાન કર્યાનું સામે આવ્યું છે.#Gujarat #GujaratTak #Jamnagar #Palitana pic.twitter.com/0llRyfyQLx
— Gujarat Tak (@GujaratTak) December 23, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT