પિરોટન સહિત જામનગર જિલ્લાના 11 ટાપુ પર પ્રવેશ પ્રતિબંધ, જાણો સમગ્ર મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર જિલ્લાની આસપાસ 11 ટાપુઓ છે જેમાંથી એક પિરોટન સિવાયના બધા જ ટાપુ પર માનવ વસાહત નથી. જેથી આ ટાપુઓનો ઉપયોગ આતંકી તત્વો કે માફિયાઓ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ન કરે તે કારણ સર આ ટાપુઓ પર પ્રવેશ બંધીનું જાહેરનામુ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યું છે. આતંકવાદીઓ અને દેશ દ્રોહીઓને રોકવા માટે આ જાહેરનામુ બહાર પડાયું હોવાનું તંત્રનું કહેવું છે.

શું છે જાહેરનામામાં
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ ૧૧ દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર ૧ પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. આ ટાપુ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે સમગ્ર જામનગર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેથી, પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા- ૧૮૬૦ના ૪૫માં અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામું આગામી તા.૨૭/૦૨/૨૦૨૩ સુધી અમલમાં રહેશે તેવી જાહેરાત પણ તેમાં કરવામાં આવી છે.

ADVERTISEMENT

પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલા ટાપુઓની વિગત
ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, અનનોન-એ ટાપુ અને અનનોન-બી ટાપુ ફરમાવવામાં આવે છે. આ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT