શિક્ષણમંત્રીને વિદ્યાર્થીઓ આવો હાર પહેરાવશે તેનો કોઈને અંદાજ ન્હોતો, જુઓ શું થયું મહીસાગરમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહિસાગરઃ સામાન્ય રીતે આપણે જોયું હોય છે કે નેતાઓને લોકો ફુલોના હાર પહેરાવતા હોય છે. ઘણા ઓછા નાના કદના નેતા હોય તો નાનો હાર અને મોટા કદના હોય તો તેમના માટે મોટા હાર, ઘણી વખત તો હાર એટલા મોટા હોય છે કે જો નેતાને પહેરાવી દેવામાં આવે તો નેતા તેના વજનથી જ ઢળી પડે, તેવા સંજોગોમાં આસપાસ ચાર પાંચ વ્યક્તિ વધારે હોય છે તેઓ સાથે મળીને આખા હારને ફેલાવી નેતાને વચ્ચે ઊભા રાખી દેતા હોય છે. તમે તો જોયું જ હશેને… હમણાં જ ચૂંટણી ગઈ છે. જોકે નવા મંત્રી મંડળમાં શિક્ષણ મંત્રી બનેલા કુબેર ડિંડોરને સ્વપને પણ ખ્યાલ નહીં હોય કે તેમને આ પ્રકારનો હાર પહેરાવામાં આવશે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને મહિસાગરમાં બોલપેનથી બનાવાયેલો હાર પહેરાવવામાં આવ્યો છે.

શું હતો કાર્યક્રમ
મહીસાગર પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત સત્કાર સહ શૈક્ષણિક સંવાદ સેતુ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતમાં યોજાયો હતો. જેમાં નવતર પ્રયોગના ભાગરૂપે કલમ હાર- ફૂલસ્કેપ બુકથી શિક્ષણમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી, તમામ શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરના સ્વાગતમાં કલમ (બોલપેન) હાર પહેરાવ્યો હતો તેમજ નોટબુક અને પેન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી કુબેર ડીંડોર આ પદ પર છે ત્યાં સુધી તેઓ શિક્ષણની હાલત સુધારશે તેવી આશાઓ સાથે અને તેમના માટેના પ્રેમભાવને દર્શાવવા આ પ્રકારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)

    follow whatsapp

    ADVERTISEMENT