સુરત શહેરમાં આ 15 વ્યાજખોરો સામે કાર્યવાહી, જાણો તમામના નામ
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત શહેરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, સચિન જીઆઇડીસી પોલીસે 11, સચિન પોલીસે 3 અને એસઓજી પોલીસે 1 મળી…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત શહેરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, સચિન જીઆઇડીસી પોલીસે 11, સચિન પોલીસે 3 અને એસઓજી પોલીસે 1 મળી કુલ 15 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી કાયદાની જોગવાઈઓ કરતા વધારે વ્યાજ વસુલતા આવા વ્યાજ ખોરોને કારણે ઘણા પરિવારોના ભાવી બગડ્યા છે. સુરત પોલીસ આવા નિઃસહાય પરિવારોની સાથે છે તેવું દર્શાવતા સતત આ દિશામાં કાર્ય કરી રહી છે. જોકે હજુ પણ સુરતમાં આવા ઘણા શખ્સો છે જેમની સામે પણ કાયદો કડક બને તે જરૂરી છે.
અમદાવાદ: યુવતીએ લગ્ન બાદ સંબંધ જ ન બાંધ્યો અને એક મહિના પછી એવું શરૂ કર્યું
ડાયરીઓ કરવામાં આવી કબજે
ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે 31 જાન્યુઆરી સુધી સુરત શહેરમાં સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેરમાં સચિન જીઆઇડીસી પોલીસે 11 અને સચિન પોલીસે 3 અને એસઓજી પોલીસે 1 મળી કુલ 15 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસે કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડેલો મુત્થુંસ્વામી રંગાસ્વામી ગૌડર 10 થી 33 ટકા સુધીનું ઉચું વ્યાજ વસૂલતો હતો. તેની પાસેથી મોબાઈલ, વ્યાજના પૈસાના હિસાબ અને ઉઘરાણીની ડાયરીઓ કબજે કરવામાં આવી છે. જયારે સચિન અને સચિન જીઆઈડીસી પોલીસે પણ વ્યાજખોરો પાસેથી ડાયરીઓ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.
સુરતના આ ગામો દત્તક લેવાયાઃ મંત્રીની અધ્યક્ષતામાં સાંસદ આદર્શ ગ્રામ યોજનાની સમીક્ષા બેઠક
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા પોલીસની અપીલ
સુરત પોલીસના એસીપી આર એલ માવાણી જણાવ્યું હતું કે વધુમાં વધુ વ્યાજખોરોને શોધી કાઢવા અને લોકોમાં હિંમત આવે તે માટે લોક દરબારનું આયોજન પણ કરાશે અને ફરિયાદ મળશે તો વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ લોકોને આવા વ્યાજખોરો વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના ફરિયાદ આપવા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ વ્યાજખોરો પર પોલીસે ગાળિયો કસ્યો
નીરજ બનારસી તિવારી (રહે,સીધ્ધી ગણેશ,સચિન જીઆઇડીસી)
શાહુલ હમીદ (રહે, હરીનગર, ઉધના)
સંતોષ (રહે, બરફ ફેકટરી પાસે, સચિન જીઆઇડીસી)
ઈમુદ્દીન ઉર્ફે આલમ મૂળજી આલમ શેખ (રહે,તિરૂપતિનગર,ઉન)
જયેશ ભાણા ખલાસી (રહે, ગભેણીગામ, વાડી ફળિયું)
કલ્પેશ ઉર્ફે કપીલ ખલાસી (રહે,રાજીવનગર,ગભેણીગામ)
સંતોષ ધોબી (રહે, સચિન જીઆઇડીસી)
દિનેશકુમાર (રહે, રામેશ્વર કોલોની, સચિન જીઆઇડીસી)
કેસુર ઉર્ફે કેતન પટેલ (રહે, તલંગપુરગામ, સચિન જીઆઇડીસી)
ગુલાબચંદ્ર ઘનરાજ યાદવ (રહે. ઉમંગ રેસીડન્સી,કનસાડ,સચિન)
ઈમ્તીયાઝ અબ્દુલ કરીમ શેખ (રહે, લાજપોરગામ, સચિન)
ઉકા ઉર્ફે કરશન રત્ના ભરવાડ (રહે, મહાવીરનગર, પારડી, સચિન)
જયેશ ગોવિંદ પટેલ (રહે, શીલાલેખ રો હાઉસ,સચિન)
આલમ (રહે, તિરૂપતિનગર, ઉન, સચિન જીઆઇડીસી)
મુત્થુંસ્વામી રંગાસ્વામી ગૌડર (ઉ.૫૧, રહે રાંદેર, સુરત)
ADVERTISEMENT