અમદાવાદઃ વસ્ત્રાપુરના ધનીક વેપારીના પુત્રનું કિડનેપ, સાયબર એક્સપર્ટ શખ્સે 1 કરોડની ખંડણી માગી, થઈ ધરપકડ
અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના એક ધનીક વેપારીના પુત્રનું અપહરણ કરીને બે શખ્સો દ્વારા વેપારી પાસે સતત ધમકી ભર્યા ફોન અને ઈમેલ કરીને 1 કરોડથી વધુની…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના એક ધનીક વેપારીના પુત્રનું અપહરણ કરીને બે શખ્સો દ્વારા વેપારી પાસે સતત ધમકી ભર્યા ફોન અને ઈમેલ કરીને 1 કરોડથી વધુની ખંડણી માગવામાં આવતી હતી. જોકે આર્થિક સંકડામણમાં આવી ગયેલા આ બંને અપહરણકરતાઓને પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંનેને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
17 લાખ શેરબજારમાં ડૂબ્યા
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક વેપારીના પુત્રને તમિલનાડુના મૂળ વતની એવા બે આરોપીઓ પૈકીનો એક આરોપી તો સાયબર એક્સપર્ટ હતો. અહીં સુધી કે અગાઉ પણ મોહનરાજ નામનો આ આરોપી પોલીસને પણ સાયબરને લગતા ગુનાઓ શોધવામાં મદદ કરતો હતો. આમ તો એક ખાનગી બેન્કમાં કામ કરતા આરોપીને આર્થિક રીતે ઘણી સંકળામણ હતી. 17 લાખ સ્ટોક માર્કેટમાં ડૂબી જતા તે દેવું માથે હતું અને તેની ઉપર તેની નોકરી પણ છૂટી ગઈ હતી, જોકે તેણે ગુનાખોરીનો રસ્તો પસંદ કર્યો હતો. શક્ય હતું કે તે પોલીસ પાસે યોગ્ય મદદ માગી પ્રયત્ન કરી શકતો હતો. ગુજરાત પોલીસના એવા ઘણા ઉદાહરણો છે જેમાં તેમણે ઘણી સમસ્યાઓના સમાધાન પોતાની વિવેક બુદ્ધીથી કરી આપ્યા હોય. જોકે અહીં વ્યક્તિએ ગુનાખોરી પસંદ કરી અને વસ્ત્રાપુરના વેપારીના પુત્રનું અપહરણ કરી લીધું હતું. પહેલા ફોન પર અને પછી મેઈલ દ્વારા સતત ધમકીઓ આપતો હતો. પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા આખરે બંનેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
અમદાવાદમાં વસ્ત્રાપુરના વેપારીના પુત્રનું અપહરણ કરી 1કરોડથી વધુની ખંડણી માંગવાના કેસમાં 02 આરોપીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલીકે આ અંગે શું કહ્યું#Ahmedabad #CrimeBranch pic.twitter.com/MsmJul8GDT
— Gujarat Tak (@GujaratTak) December 23, 2022
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલીકે શું કહ્યું
IPS ચૈતન્ય માંડલીકે કહ્યું કે, વસ્ત્રાપુરના એક વેપારી છે, તેમના પુત્રને કિડનેપ કરીને તેની હત્યા કરી નાખશું તેવી ધમકી આપીનાર બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. બંને મૂળ તમિલનાડુના રહેવાસી છે. અત્યારે તે મણીનગરમાં રહેતા હતા. આ પહેલા પ્રાઈવેટ બેન્કમાં નોકરી કરતો હતો. બેન્કમાં નોકરી કરતા વેપારીના અને વેપારીના પરિવાર સાથે તેમની કંપનીના બેન્ક એકાઉન્ટ્સ તેણે ઓપન કર્યા હતા. તેમજ લોનની પ્રોસિજર અને જે છોકરો છે તેને પણ વિદેશ જવાની લોનની પ્રોસીજર આરોપીએ કરી હતી. બાદમાં નોકરી છૂટી જતા નાણાકીય પ્રેશરમાં આવતા આરોપીને લાગ્યું કે આ લોકો આર્થિક સદ્ધર છે તે પૈસા આપી દેશે. તેણે આ ઉપરાંત 17 લાખનું નુકસાન શેર માર્કેટમાં કર્યું હતું. વેપારીને તેમણે ફોન કરીને ધમકાવ્યા પછી કહ્યું કે હવેની આગળની વાત ઈમેઈલ પર જ થશે. એક પછી એક ફેક મેઈલ આઈડી પરથી મેઈલ કરીને ધમકાવતો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT