રાજકોટની ઘટના પછી જામનગરમાં ઢોર પાર્ટીએ કામગીરીની વાહવાહી કરવા જાણો શું કર્યું
દર્શન ઠક્કર.જામનગરઃ રાજકોટની ઘટનાને પગલે જામનગરનું તંત્ર જાણે હવે છેક સજાગ થયું હોય તેમ રખડતા ઢોર પકડવાની કામગીરી કરી અખબારી યાદીમાં વાહવાહી કરાવી છે. જો…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ રાજકોટની ઘટનાને પગલે જામનગરનું તંત્ર જાણે હવે છેક સજાગ થયું હોય તેમ રખડતા ઢોર પકડવાની કામગીરી કરી અખબારી યાદીમાં વાહવાહી કરાવી છે. જો કે જામનગરમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષો જૂની છે અને આ રખડતા ઢોરની અડફેટે અનેક વ્યક્તિઓ, બાળકો આવી ચુક્યા છે. એટલું જ નહીં આ રખડતા ઢોરના ત્રાસને લઈને કેટલાક લોકોની જિંદગીઓ પણ હોમાય છે. ત્યારે અગાઉથી કરવાની કામગીરી જાણે તંત્ર હોવી અન્ય શહેરોને જોઈ કરતું હોય તેવું લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે.
આપણ વાંચો…
ભાવનગરઃ વકીલે યોગ્ય વાહન પાર્ક ન કરતા પોલીસ સાથે થઈ બબાલ ચોડી દીધા ચાર લાફા, વકીલો નારાજ
શાળાઓની પ્રવૃતિઓ ચારિત્ર્યહીનતા તરફ લઈ જાય છેઃ સુરત આવેલા રવિન્દ્ર પુરી મહારાજે કહ્યું
વડોદરાઃ MSUમાં નમાઝ અદા થઈ તો હિન્દુ સંગઠનોને ગુસ્સો આવ્યો, કાઉન્સેલિંગની જરૂર કોને?
ચૈતર વસાવા વિફર્યા: ખુલ્લી ધમકી આપતા કહ્યું, બસ નહીં મળે તો ડેપો બંધ કરી દેવાશે
નિંદ્રાધીન તંત્ર અચાનક જાગ્યું
જામનગર શહેરમાં રખડતા પશુઓની સમસ્યા કાંઈ નવી નથી. જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર અડિંગો જમાવી બેસી રહેતા હોય તેવા દૃશ્યો પણ કાઈ નવીન નથી અને આ રખડતા ઢોરની અડફેટે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉપરાંત કેટલાક લોકો ઇજાગ્રત પણ થયાના બનાવો છે. એવામાં તાજેતરમાં જ નામદાર હાઇકોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી અને રખડતા પશુઓને લઈને રાજ્યમાં હજુ પણ અકસ્માતો સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી. એવામાં રાજકોટ ખાતે રખડતા પશુની અડફેટે આવેલ વ્યક્તિને લઈને જાણે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાંથી સજાગ થયું હોય તેમ કામગીરી કરી અખબારી યાદી જાહેર કરી વાહવાહી કરી રહ્યું છે. જેમાં શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા શરુ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ગત અઠવાડિયામાં 91 ઢોરોને શહેરના જુદાજુદા માર્ગો – વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે. તેમજ ચાલુ વર્ષે કુલ 2683 જેટલા ઢોરોને પકડી જુદાજુદા ઢોર ડબા ખાતે રાખવામાં આવ્યા છે. ટૂંક સમયમાં અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલવામાં આવનાર છે. આમ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કામગીરી કરતું હોવાની અખબારી યાદી જણાવે છે, પરંતુ હકીકતમાં તો રખડતા પશુઓની સમસ્યા હજુ પણ છે જ, અને ખરેખર આ સમસ્યાનું તંત્ર નિરાકરણ લાવે તેવી માંગ સાથે લોકચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર અમારા સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT