ચીનથી ભાવનગર આવેલા વેપારી Covid પોઝિટિવ આવતા તંત્રના પગ ઢીલા, જિલ્લામાં ટેસ્ટિંગ વધારવા સૂચના
ભાવનગરઃ કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક 34 વર્ષ વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું…
ADVERTISEMENT
ભાવનગરઃ કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક 34 વર્ષ વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો. ચીનમાં જ્યારે કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટનો સબ વેરિએન્ટ BF.7ના કારણે ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. ગુજરાતમાં 2 અને દેશમાં 5 કેસ સામે આવ્યા પછી સતત આ નવા વેરિએન્ટની ચિંતામાં તંત્રમાં બેઠકોનો દૌર ચાલી રહ્યો છે, સાથે જ જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પણ આ મામલાને લઈને બેઠક ચાલી રહી છે ત્યારે ભાવનગરથી આવેલા આ સમાચાર તંત્રના પગ ઢીલા કરી નાખે તેવા છે.
કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાની ભાવનગરમાં તંત્રને સૂચના
ભાવનગરના એક વેપારી હમણાં જ ચીનથી પાછા આવ્યા છે. તે પછી તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. વેપારી યુવાનને ક્વોરન્ટીન કરી RTPCR અને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. યુવાનના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ, ભાવનગર તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધારવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ આ યુવાન ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7થી સંક્રમીત છે કે કેમ તે જાણી શકાયું નથી પરંતુ ચીનમાં જે પ્રમાણે કેસ વધ્યા છે જેને જોતા તંત્ર કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લે તો તે જોખમી સાબિત થાય તેમ છે. જેના કારણે તંત્રમાં સતત દોડાદોડ જોવા મળી રહી છે.
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT