પાલીતાણા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનો 2 મહિનાથી પગાર નથી થયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ પાલીતાણાની નગરપાલિકા ખાતે આજે ગુરુવારે સફાઈ કર્મચારીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. સફાઈ કર્મચારીઓનો આરોપ હતો કે તેમનો પગાર બે મહિનાથી કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે આવી જ કાંઈક હાલત ગોધરાની નગરપાલિકામાં પણ થઈ છે જ્યાં પેન્શન નહીં મળતા પેન્શનર્સ હડતાળ પર છે અને પાલિકાએ તેમને જવાબ આપી દીધો છે કે પૈસા નથી 4 મહિના જેટલી મુદ્દત આપો.

પાલીતાણા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા ગુરુવારે અહીં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. સફાઈ કર્મચારીઓને બેથી ત્રણ મહિનાનો પગાર નહીં મળતા લાંબા સમયથી નગરપાલિકા અને સફાઈ કર્મચારીઓ વચ્ચે વિવાદ ચારી લહ્યો છે. જોકે તંત્ર હજુ પણ પેટનું પાણી હલ્યું ન હોય તેમ લાચાર સફાઈ કર્મચારીઓને દોડાવી રહ્યું છે. આખરે સફાઈ કર્મચારીઓની નારાજગી ફાટી નીકળી છે અને તેઓએ અહીં ભારે હોબાળો મચાવ્યો હતો. સફાઈ કર્મચારીઓએ તંત્રના હોદ્દેદારોનો અહીં ઉધડો લઈ નાખવામાં આવ્યો હતો અને વહેલી તકે પગાર કરી દેવાની માગ કરવામાં આવી હતી.

(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT