ભાવનગરઃ રંઘોળા ચોકડી પાસેથી 15,000 લીટર બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ભાવનગરના ઉમરાળા તાલુકામાં આવેલી રંઘોળા ચોકડી પાસેથી 15000 લીટરનો બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો છે. ઉમરાળા પોલીસ દ્વારા મોડી રાત્રે હાથ ધરવામાં આવેલી રેડની કાર્યવાહી દરમિયાન આ જથ્થો ઝડપાઈ ગયો છે. ગેરકાયદે રીતે આ બાયો ડીઝલનો જથ્થો ટેન્કરમાં ભરીને લઈ જવાઈ રહ્યો હતો. અંધારાનો લાભ લઈ માફિયાઓ બાયો ડીઝલનો જથ્થો સગેવગે કરી દેવા માગતા હતા પરંતુ અહીં પોલીસની ચાંપતી નજરથી બચી શક્યા ન હતા.

પોલીસે મુદ્દામાલ પકડ્યો પણ આરોપીઓ છટકી ગયા… બોલો
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલી રંઘોળા ચોકડી નજીક મોમાઈ કૃપા નામની હોટલ આવેલી છે. આ હોટલની પાસેથી એક ટેન્કર બાયો ડીઝલનો ગેરકાયદે જથ્થો લઈ જઈ રહી હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે અહીંથી ગેરકાયદે રીતે લઈ જવાતા 15,000 લીટર બાયો ડીઝલનો જથ્થો લઈ જતા ટેન્કરને ઝડપી પાડ્યું હતું. ડીઝલ માફિયાઓના અડ્ડો અહીં હોવાનું પોલીસને માલુમ પડ્યું હતું. પોલીસે જેના કારણે અહીં રેડની કાર્યવાહી કરી હતી. જે રેડ દરમિયાન પોલીસને બાય ડીઝલનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાયો ડીઝલના ગેરકાયદે જથ્થા સાથે કુલ રૂપિયા 11,50,000નો મુદ્દા માલ જપ્ત કરી લીધો હતો. જોકે અહીં અચરજની વાત એ પણ હતી કે રાત્રીના અંધકારનો લાભ લઈને આરોપીઓ છટકી ગયા હતા. મતલબ કે પોલીસના હાથે મુદ્દામાલ તો આવ્યો પરંતુ અહીંથી કોઈ વ્યક્તિ ઝડપાયું નહીં. પોલીસનું કહેવું છે કે રાત્રીના અંધકારનો લાભ લઈ શખ્સો પોલીસને જોતા જ ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT