વલસાડમાં આદિવાસી સમાજે આ કંપની સામે ચઢાવી બાંયોઃ વિરોધ નોંધાવા મોટી સંખ્યામાં ઉમટ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડઃ વલસાડમાં કલ્યાણ બાગ સર્કલથી જિલ્લા કલેક્ટર સુધી આદિવાસી સમાજ દ્વારા મેરીટ પોલિમર્સ કંપનીના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. જોકે આદિવાસીઓએ કેમ આટલું મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તો તેની પાછળ મુખ્ય કારણ છે આ કંપનીને કારણે થતા પર્યાવરણના નકસાનથી તેમને થતી સમસ્યાઓથી તે પરેશાન થયા છે. તંત્રએ પણ તેમની વાત સાંભળવા હવે સમય આપવો પડશે તેવું વિરોધને જોતા લાગી રહ્યું છે.

દસથી વધારૈ ગામોને કંપનીની અસર
વલસાડમાં આજે આદિવાસી સમાજની એક રેલી યોજાઇ હતી. ધરમપુર તાલુકાના વાંકલ ગામમાં આવી રહેલી મેરીટ પોલિમર નામની કંપનીના વિરોધમાં સ્થાનિક લોકોએ આંદોલન છેડ્યું છે. આજે વલસાડમાં યોજાયેલી આ રેલીમાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને વાંકલ ગામ અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી વલસાડ શહેરના જાહેર માર્ગો પર ફરી હતી અને વાંકલમાં આવી રહેલી મેરિટ પોલિમર નામની કંપનીના વિરોધમાં ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. રેલીના અંતે લોકોએ વલસાડ કલેક્ટર કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વાંકલમાં આવી રહેલી મેરીટ પોલિમર કંપની ને આવતી અટકાવવા માટે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપી અને માંગ કરી હતી. લોકોના મતે પ્લાસ્ટિકના દાણા સહીતની વસ્તુઓ બનાવા આવી રહેલી આ કંપનીથી વાંકલ ગામ અને આસપાસના 10થી વધુ ગામોના પર્યાવરણને નુકસાન થશે. સાથે જ ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થશે અને પ્રદૂષણની મોટી સમસ્યા સર્જાશે. આથી વાંકલ ગામ અને આસપાસના ગામોના હિતમાં આ કંપનીને આવતી રોકવામાં આવે અને જો કંપનીને રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

(વીથ ઈનપુટઃ કૌશિક જોશી, વલસાડ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT