સંભવિત કોરોનાના ખતરાને લઈ વિદેશના પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ દેશમાં હાલમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7 ને લઈને તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. હાલમાં જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક પણ મળી હતી. ઉપરાંત ગુજરાતમાં પણ બે કેસ આવી ગયા હોવાને કારણે અહીં પણ આ મામલાને કેબિનેટ કક્ષાની બેઠકમાં મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ તરફ કેન્દ્રીય આરોગ્ય વિભાગે એક એડવાઈઝરી જાહેર કરી છે જેમાં સંભવિત કોરનાના જોખમને ધ્યાને લઈને વિદેશના પ્રવાસીઓ માટે ખાસ એડવાઈઝરીમાં નોંધ કરવામાં આવી છે. ચાલો જાણીએ આ એડવાઈઝરીમાં શું છે.

ટ્રાવેલ દરમિયાન પાળવા પડશે કોરોનાના નિયમો
કેન્દ્રીય આરોગ્ય વિભાગની વિદેશના પ્રવાસીઓ માટે જાહેર કરાયેલી એડવાઈઝરી પ્રમાણે ચીન, જાપાન, અમેરિકા, દક્ષિણ અમેરિકા, ફ્રાંસ તથા બ્રાઝીલમાંથી આવતા પ્રવાસીઓની તપાસ કરવામાં આવશે. એરપોર્ટ પર આવતા પ્રવાસીઓમાંથી 2 ટકા પ્રવાસીઓની રેન્ડમ તપાસ કરવામાં આવશે. દરમિયાન પોઝિટિવ આવેલા પ્રવાસીઓની માહિતી સંબંધિત વિભાગને સોંપીને સેંપલનું જીનોમ સિક્વન્સ કરવાનું રહેશે. ઉપરાંત જે પ્રવાસનું પ્લાન કરી રહ્યા છે તેઓ સંપૂર્ણ પણે વેક્સિનેટેડ હોવા જરૂરી છે. ટ્રાવેલ દરમિયાન માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું છે. ફ્લાઈટ અને પ્રવાસ દરમિયાન ખાસ કરીને એન્ટ્રી પોઈન્ટ્સ પર. કોઈ પણ પેસેન્જરમાં કોરોનાના લક્ષણ ટ્રાવેલ દરમિયાન જોવા મળશે તો તેમને પ્રોટોકોલ પ્રમાણે આઈસોલેટ પણ કરવામાં આવી શકે છે.

(વીથ ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT