નવસારીથી બારડોલીના રોડના વિકાસના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાના આરોપ સાથે વિરોધ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની.નવસારી: નવસારીથી બારડોલીના રસ્તાને હાલ મોટો કરવાની તંત્રની તજવીજ ચાલી રહી છે. આ વિકાસના કામ વચ્ચે અગાઉ પણ ખેડૂતોએ પોતાની જમીનોના સંપાદની કિંમતોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. આજે સોમવારે ફરી જ્યારે માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ અધિકારીઓ સ્થળ પર કામ કરવા પહોંચ્યા ત્યારે અહીં ખેડૂતોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. ખેડૂતોએ તેમની સામે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમનો ઉગ્ર વિરોધ એ વાતનો હતો કે નવસારીથી બારડોલીના રોડના વિકાસના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાય છે. હવે આ મામલે તંત્ર શું કામગીરી કરશે તે જોવું રહ્યું.

વિદ્યાર્થીઓ ચેતજો ! પરીક્ષામાં પાસ કરાવાની લાલચમાં ભાવનગરના યુવક સાથે થઈ લાખોની છેતરપિંડી

અગાઉ રજૂઆત કરી તો 3 મહિના કામ બંધ રહ્યું પણ…
રાજ્યના માર્ગમકાન વિભાગ દ્વારા અનેક વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત નવસારીથી બારડોલીને જોડતા રાજ્યધોરી માર્ગને પણ વિસ્તૃતિકરણ પ્રોજેક્ટ હેઠળ ફોરલેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે આ માર્ગ ઉપર આવતા અસરગ્રસ્ત ગામો અને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સમન્વય સમિતિ બનાવી યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે, અને વળતર ન મળતા પ્રોજેક્ટ માટેની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમિતિના જણાવ્યા મુજબ અગાઉ કલેકટરને જાણ કરી હતી ત્યારે 3 માસ સુધી આ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. જોકે ફરી એકવાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જમીન સંપાદન કે વળતર બાબતે કોઈપણ જાતની મિટિંગ કર્યા વગર ફોરલેન વાયડિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સોમવારે તારીખ 9 જાન્યુઆરીના રોજ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ પોતાનું કામ કરવા પહોંચ્યા ત્યારે નવસારી, સુપા, બારડોલી રોડ વિસ્તૃતિકરણ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના સભ્યો અને આગેવાનોએ માર્ગમકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને કર્મચારીઓનો ઘેરાવ કરી જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT