‘દારુ જ પીવાનો ને’ કહેનાર દાંતાના ‘ઝૂમ-ઝૂમ’ શિક્ષક સસ્પેન્ડ
બનાસકાંઠાઃ બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા જોધસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો દારુ પીને લથડીયા ખાતો વીડિયો જોરદાર વાયરલ થયો હતો. જે પછી લોકોમાં પણ આવા શિક્ષકને…
ADVERTISEMENT
બનાસકાંઠાઃ બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા જોધસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો દારુ પીને લથડીયા ખાતો વીડિયો જોરદાર વાયરલ થયો હતો. જે પછી લોકોમાં પણ આવા શિક્ષકને લઈને ફિટકારનો ભાવ ઊભો થયો હતો. આ મામલાની જાણ થતા તંત્રને માથે પણ માછલા ઘણા ધોવાવાના શરૂ થઈ ગયા હતા. દરમિયાનમાં આ શાળાના બે શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બુંબડીયા જોવાનભાઈ નામનો શિક્ષક નશામાં ધૂત જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકને ચાલુ ફરજે દારુ પીવાના મામલે સસ્પેન્ડ કરી દેવાયા છે. જોકે સસ્પેન્ડના નિયમ પ્રમાણેનું નક્કી કરવામાં આવેલું નિર્વાહ ભથ્થું તેને ચુકવવાનું રહેશે. સાથે જ બંબુડિયાને હેડક્વાર્ટર છોડતા પહેલા સંબંધિત અધિકારીની પૂર્વ મંજુરી લેવાની રહેશે.
બે શિક્ષકોની નોકરી દારુના કારણે જોખમાઈ
દાંતા તાલુકાના જોધસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો ચિક્કાર દારુ પીધેલી હાલતનો વીડિયો વાયરલ થયો હતો. નશામાં ધૂત થઈને આ શિક્ષક શાળામાં બાળકોને ભણાવવા આવતો હતો. બાળકો આવા શિક્ષક પાસેથી શું સારું શીખી શકે તેનો અંદાજ અહીં આવી જાય છે. અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાઓમાં આવા શિક્ષકોને કારણે શિક્ષણની હાલત કથળેલી છે. નેતાઓ ચૂંટણી ટાંણે ભલે આદિવાસી, ગરીબ, પીડિત, શોષિતોની વાત કરતા હોય પરંતુ આવા સમયે તેમની વાતો ફરી સાંભળીએ તો કાનામાં કાંટાની જેમ વાગે છે. આ વીડિયો વાયરલ થયા પછી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ ઉઠી હતી. આખરે તમામ તથ્યો જાણ્યા પછી જોધસર ગામના બે શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અગાઉ વગદા ક્યારે શાળા પણ આવા જ વિવાદમાં આવી ચુકી હતી.
દાંતા તાલુકાના જોધસર ગામના પ્રાથમિક શાળાના શિક્ષકનો દારૂ પીધેલી હાલતનો #VideoViral #Gujarat #education #GujaratTak pic.twitter.com/wUrQTHz9hO
— Gujarat Tak (@GujaratTak) December 22, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT