ખેડૂતની જાગૃત્તાની અસરઃ મોડાસા સેવા સદનનના ક્લાર્કને ભારે પડી ગયો ખેડૂતનો આ દાવ, જાણો શું થયું
અરવલ્લીઃ મોડાસા જિલ્લા સેવા સદનના એક સિનિયર ક્લાર્કે માત્ર 500 રૂપિયા માટે મોંઢું કાળું થાય તેવા કામ કર્યા છે. એસીબીએ જ્યારે લાંચ લેતા આ ક્લાર્કને…
ADVERTISEMENT
અરવલ્લીઃ મોડાસા જિલ્લા સેવા સદનના એક સિનિયર ક્લાર્કે માત્ર 500 રૂપિયા માટે મોંઢું કાળું થાય તેવા કામ કર્યા છે. એસીબીએ જ્યારે લાંચ લેતા આ ક્લાર્કને ઝડપ્યો ત્યારે તે માત્ર 500 રૂપિયા માટે કાથ કાળા કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે આ આખો દાવપેચ એક જાગૃત ખેડૂતની જાગૃત્તાને કારણે શક્ય બન્યો હતો. એસીબીએ મોડાસા જિલ્લા સેવા સદનમાં આજે એક છટકાનું આયોજન કર્યું હતું જેમાં અહીં પ્રાંત કચેરીનો સિનિયર ક્લાર્ક રંગે હાથ 500 રૂપિયા લેતા ઝડપાઈ ગયો હતો. છટકામાં પકડાયેલા ક્લાર્કને સાથે લઈ હવે આગામી કાર્યવાહી માટે એસીબી રવાના થઈ ગઈ છે.
શું છે સમગ્ર ઘટના
જોકે સમગ્ર બાબત પણ જાણવા જેવી છે, અહીં બન્યું એવું કે અરવલ્લી જિલ્લાના મોડાસા પ્રાંત કચેરીમાં રોહિતકુમાર લક્ષમણભાઈ પુરાણી નામનો વ્યક્તિ ક્લાર્ક તરીકે કામગીરી કરે છે. દરમિયાન એક ખેડૂતને પાક રક્ષણ પરવાનો (લાયસન્સ) રિન્યૂ કરવાનું હતું. પહેલા તો આ ખેડૂત જરૂરી દસ્તાવેજો અને ચલણ ઓનલાઈન ભરીને અરજી કરે છે, પણ અહીં જાણે ક્લાર્ક રોહિતને હાથમાં ખંજવાળ આવવાની શરૂ થઈ હોય તેમ તે ખેડૂતને લાંચ માગી ચુંગાલમાં ફસાવવા તરકટ રચે છે કે જો તેને લાયસન્સ રિન્યુ કરવું હોય તો તેનું કામ કરી આપવા માટે મને 500 રૂપિયા આપવા પડશે. જોકે રોહિત ખેડૂતને સમજવામાં કાચો પડી ગયો અને ખેડૂત શાણો નિકળ્યો, ખેડૂતે તુરંત આ બાબતની જાણ એસીબીમાં કરી અને પોતે લાંચ આપવા માગતા નથી તેવું જણાવ્યું હતું.
ખેડૂતની મદદે આવ્યું ACB
એસીબીએ ખેડૂતની સમગ્ર વાત જાણીને તેમની તાત્કાલીક મદદ કરવા એક છટકાનું આયોજન કરી નાખ્યું. જેમાં ગાંધીનગરના એસીબીના મદદનીશ નિયામક એ કે પરમારે સુપરવિઝનની જવાબદારી સંભાળી અને મોડાસા એસીબીના પીઆઈ એચ પી કરેણે ટ્રેપીંગ અધિકારી તરીકેની જવાબદારી સ્વીકારી. એસીબીની અન્ય સ્ટાફની ટીમ પણ તેમની યોજનામાં જોડાઈ અને તેમણે અહીં પ્રાંત કચેરી પર એક ટ્રેપ ગોઠવી નાખી. માત્ર 500 રૂપિયામાં ગાંડો ગેલો થઈ ગયેલો ક્લાર્ક એસીબીના છટકાને સમજી જ શક્યો નહીં. આખરે રોહિતે એક પંચની હાજરીમાં જ આ અંગે વાત કરી અને રૂપિયા પાંચસો લઈ લીધા. બસ પછી તુરંત એન્ટ્રી થઈ એસીબીની અને ઠંડીના વાતાવરણમાં પણ રોહિતના પરસેવા છૂટી ગયા. એસીબીએ રોહિતને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT