અમૂલનો મોટો ઝટકોઃ ‘શ્રીમાન સોઢીજી, MDનું પદ્દ તાત્કાલીક છોડો’

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમૂલ ફેડરેશનના મેનેજીંગ ડાયરેક્ટર આર એસ સોઢીને તાત્કાલીક ધોરણે પદ પરથી હટાવી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આજે સોમવારે અમુલ ફેડ ડેરી ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં કરવામાં આવેલા એક ઠરાવ પ્રમાણે હવે સોઢીને તાત્કાલીક ધોરણે પદ પરથી હટવાના નિર્દેશ કરાયા છે. આગામી સમયમાં તેમના સ્થાને હાલ ઈન્ચાર્જ એમડી તરીકે જયેન મહેતાને પદભાર સોંપવામાં આવ્યો છે. જયેન મહેતા જીસીએમએમએફના સીઓઓ છે. ચાલી રહેલા ગણગણાટનું માનીએ તો આ નિર્ણયથી આર એસ સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી છે.

વડોદરામાં પુત્ર-પત્નીની હત્યા પછી યુવકનો ગળાફાંસો, શેર બજારમાં દેવું કારણ

શું લખ્યું છે પત્રમાં?
અમૂલ દ્વારા એક મોટો ઝટકો હાલ સોઢી સહિત ઘણા લોકોને આપવામાં આવ્યો છે. લાંબા સમય સુધી એમડી તરીકેનો પદભાર સંભાળનારા આર એસ સોઢીને તાત્કાલીક ધોરણે પદ મુકી દેવાનો નિર્દેશ કરાયો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, શ્રીમાન સોઢીજી, 9-1-23ના રોજ અમૂલ ફેડ ડેરી ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગના ઠરાવ નં. 2 પ્રમાણે આપની ફેડરેશનની મેનેજીંગ ડિરેક્ટર તરીકેની સેવા તાત્કાલીક અસરથી સમાપ્ત કરવાનું ઠેરવાયું છે. જેથી આપે તાત્કાલીક અસરથી એમડી તરીકેનો ચાર્જ છોડી દેવા અને ફેડરેશનના સીઓઓ જયેનભાઈ મહેતાને તાત્કાલીક સુપ્રત કરવા હુકમ કરવામાં આવે છે.


ADVERTISEMENT

ઓહો… ભાવનગર PGVCLને ખબર જ નથી કે 11 ટન નટ-બોલ્ટનું શું થયું?

શું કહ્યું આર એસ સોઢીએ?
તેઓ વર્ષ 2010થી જીસીએમએમએફ (Gujarat Cooperative Milk Marketing Federation)ના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે તેઓ પદભાર સંભાળી રહ્યા હતા. 10 હજાર કરોડથી પણ વધુનું પ્રોડક્શન કરનારું આ ફેડરેશન છે. ઉલ્લેખનીય છે કે આ મામલે સોઢીનું કહેવું છે કે, હું ઘણા સમયથી એક્સટેન્શનમાં હતો, મારી પાસે અન્ય ઘણી રાષ્ટ્રીય કક્ષાની જવાબદારીઓ પણ હતી જે બધે જ હું ન્યાય આપી શકતો ન હતો. હું નેશનલ ડેરી એસોશિએશનનો પ્રેસિડેન્ટ છું. મારા માટે તે પણ એક મોટી જવાબદારી છે. હાલ લેવાયેલા નિર્ણય પછી જોકે ગણગણાટ એ પણ ચાલ્યો છે કે હાલમાં ચાલી રહેલા એક હથ્થુ શાસન પછી તેમના સામેનો ગણગણાટ વધ્યો હતો. જોકે તેની પાછળનું સત્ય કેટલું સચોટ છે તે હાલ સત્તાવાર રીતે સામે આવ્યું નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT