અમરેલીમાં દોઢ કરોડની હનીટ્રેપઃ યુવતીની ગેંગે વેપારીને કેવો ફસાવ્યો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ હનીટ્રેપની ઘણી ઘટનાઓ અંગે આપણે જાણ્યું છે, જેમાં જાણે એક નક્કી સ્ક્રીપ્ટ પ્રમાણે લોકોને ફસાવાય છે અને ફક્ત તેમાં ભાવ અલગ અલગ લેવાતા હોય છે. ઘણી ટ્રેપ તો આપણી સામે પણ આવતા પહેલા બદનામીના ડરથી થતી નહીં હોય તેવો પણ અંદાજ છે. જોકે અમરેલીમાં એક બાબરા માર્કેટ યાર્ડમાં રહેતા યુવાન સાથે અમદાવાદની યુવતી અને તેની ગેંગએ જબ્બરની ગેમ કરી છે. આ વેપારી યુવકે યુવતી સાથે શરીરસંબંધ બાંધ્યો છે તેવો આરોપ લગાવી તેને છેતરવાના પ્લાનમાં દોઢ કરોડની માગણી કરાઈ હતી. જોકે પોલીસ ફરિયાદ થતા યુવતી સહિત તેની ગેંગના 5 સભ્યો દબોચાઈ ગયા હતા.

યુવતી બાઈક પર બેસી ગઈ, હરકતો ઠીક નહીં લાગતા…
અમરેલીના બાબરા યાર્ડમાં રહેતા અમિત (નામ બદલ્યું છે) નામના વ્યક્તિને ફસાવવા એક યુવતી અને તેના ચાર પંટરોએ જાળ નાખ્યો હતો. ત્રણેક મહિના પહેલા અમિતના ફોન પર એક કોલ આવ્યો જેમાં જમીન લે-વેચના મામલે રાજકોટના મામાપીરના મંદિરે તેને બોલાવવામાં આવ્યો. જ્યાં સામાન્ય વાતચીત પછી તેઓ છૂટા પડ્યા અને પછી યુવતીનો ઘણી વખત ફોન આવવા લાગ્યો જેમાં તે જમીન અને ગાયોની લે વેચ કરવા માટે મળવા માગું છું તેવું કહેતી હતી. ગત 30મીએ જ્યારે યુવતીનો ફોન આવ્યો અને કહ્યું કે બાબરા આવી છું તો મળવું છે જેથી અમિતે પોતાનું બાઈક ઉપાડ્યું અને કરિયાણા રોડે તેને મળવા ગયા. જ્યાં અવાવરુ જગ્યા પર ઊભેલી યુવતી તુરંત તેમના બાઈક પર બેસી અને તેઓ તાઈવદર કાચા ગાડા રોડ પર ગયા. યુવતીની હરકતો યોગ્ય ન જણાતા અમિતે બાઈક પાછું વાળ્યું અને કરિયાણા રોડ પર પહોંચ્યા ત્યાં જ એક ઈકો કાર આડી આવી અને તેમાં બેસેલા શખ્સએ જબર જસ્તી અમિતને કારમાં બેસાડી તેનું અપહરણ કરી લીધું.

પત્નીએ વેપારીની મદદ કરી અને થઈ પોલીસ ફરિયાદ
કારમાં અમિતનો વીડિયો રેકોર્ડ થવા લાગ્યો અને યુવતીના આરોપ પ્રમાણે અમિતે તેની સાથે શરીર સંબંધ રાખ્યો છે તેવી કબૂલાત તેના સાથે કરવામાં આવી. ત્યારે યુવકે દબાણને વસ થઈ કબૂલાત કરી લીધી. આ પ્રકરણમાંથી બહાર નીકળવાના ગેંગ દ્વારા અમિત પાસે દોઢ કરોડ રૂપિયા માગવામાં આવ્યા હતા.જે પછી 50 લાખ અને અંતિ 5 લાખની માગણી કરવામાં આવી હતી. જોકે અમિત આ રકમ પણ ચુકવી શકે તેમ ન હોવાથી અમિત પાસેથી આ ગેંગે કોરા ચેક લખાવી લીધા. 5 લાખ આપીને ચેક લઈ જજે તેવું કહી અમિતને છોડી દેવાયો. બે દિવસ સુધી રૂપિયાની કોઈ વ્યવસ્થા થઈ નહીં આખરે અમિતે બાબરા પોલીસ મથકે જઈ પોલીસની મદદ માગી અને પોલીસે પણ તુરંત તેની મદદ કરી ફરિયાદ લખી લીધી. પોલીસ ઉપરાંત અમિતની પત્નીએ પણ તેને મદદ કરી, અમિતે જ્યારે સમગ્ર વાત પોતાની પત્નીને કરી ત્યારે તેની પત્નીએ પણ ટેકો કર્યો અને અમિતને પોલીસમાં ફરિયાદ કરવાની વાતમાં સહમતી દર્શાવી હતી. આખરે પોલીસે તુરંત પગલા લઈ આ કેસના 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં તુષાર પરષોત્તમ પટેલ (રહે. કુંડાળ ઘનશ્યામ સોસાયટી, મહેસાણા), મહેન્દ્ર ઉર્ફે લાલાભાઈ (રહે. વિજાપુર વસઈ, મહેસાણા), શૈલેષ રબારી (રહે. રાજપુર, કડી, મહેસાણા), સાહિબ પટેલ (રહે. કડી, મહેસાણા) અને ચંદાબેન ઉર્ફે સંજુ મનીષા રાઠોડ (ગુંદીયાળા, વઢવાણ સુરેન્દ્રનગર અને હાલ રહે મહેસાણા રાજપુર)નો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT