અમદાવાદમાં આ તારીખો સુધી યોજાશે ફ્લાવર શોઃ મોરબીની ઘટનાને કારણે લેવાયો આ મોટો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શો યોજવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાતો આ શો આગામી વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ફ્લાવર શોમાં ખાસ કરીને શાળાના બાળકો માટે નિઃશુલ્ક એન્ટ્રી રાખવામાં આવી છે.

શું હશે ખાસ આકર્ષણ
અમદાવાદમાં આ વર્ષે શરૂઆતમાં 1 જાન્યુઆરીથી માંડીને 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસ સુધી ફ્લાવર શો યોજવાનું નક્કી કરાયું છે. આ શો દરમિયાન મુખ્ય આકર્ષણોમાં મહેંદીથી બનાવેલી ઓલમ્પિકની રમતોના સ્કલ્પચર, વાઈલ્ડ લાઈફની થીમ આધારિત સ્કલ્પચર્સ, 10 લાખથી વધુ રોપાઓ દ્વારા તૈયાર કરાયેલા ફૂલ છોડવાના પ્રદર્શન, ફૂલમાંથી બનાવાયેલા પ્રવેશ દ્વાર અને સ્કાય ગાર્ડન એક ખાસ પ્રકારનું આકર્ષણ બની રહેશે. કેટલીક ખાસ થીમ માટે થાઈલેન્ડથી ફૂલો ખાસ મગાવાશે તેવું જાણવા મળી રહ્યું છે. 200 ફૂટ લાંબી વિવિધ કલરની વોલ તથા સેલ્ફી પોઈન્ટ્સ, જી20 થીમ આધારિત સ્કલ્પચર, બોલ સાથે ડોલ્ફીન, હનુમાનજીની પ્રતિકૃતિ, ધનવંતરી ભગવાન તથા ચરક ઋશિના સ્કલપ્ચર હશે સાથે જ વેજીટેબલ્સ અને ફ્રૂટના સ્કલ્પચર પણ લોકો માટે આશ્ચર્ય બની રહેશે.

મોરબીની ઘટના પછી અટલ બ્રિજને લઈ લેવાયો આ નિર્ણય
આ વર્ષના ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને મફત એન્ટ્રી મળશે. જોકે બીજી તરફ મોરબીની ઘટનાને લઈને કેટલાક ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અટલ બ્રિજ પર તમામની ટિકિટ લેવી પડશે અને સાથે જ બ્રિજ પર વધુ મુલાકાતીઓની સંખ્યા થઈ ના જાય તે માટે બપોરે 2 વાગ્યા પછી બ્રિજને બંધ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT