સુરતનો પરિવાર પાવાગઢ દર્શન કરી પરત જતો હતો, વડોદરા પાસે ગંભીર અકસ્માત થતા 4ના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલઃ પાવાગઢ દર્શન કરીને પરત જઈ રહેલા સુરતના પરિવારના 4 સભ્યોએ વડોદરા પાસે થયેલા ગંભીર અકસ્માતમાં આંખો મીચી દીધી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું તો સાવ કચ્ચરઘાણ વળી ગયું હતું. લાખો રૂપિયાની કારની હાલત જોઈ રીતસર લોકો ધ્રુજી ગયા હતા અને અંદાજ લગાવી રહ્યા હતા કે કોઈ જ નહીં બચ્યું હોય. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા ઉપરાંત વધારે તપાસની તજવીજ હાથ ધરી હતી.

કાર કાપીને મૃતકો-ઈજાગ્રસ્તોને બહાર કઢાયા
પંચમહાલ જિલ્લાના હાલોલ વડોદરા રોડ ઉપર હોટલ પાસે ગોજારો અકસ્માત થયો હતો. આઠ વર્ષના બાળક સહિત ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. એક વૈભવી કાર રોડ પર ઉભેલા કન્ટેનર સાથે ફૂડ સ્પીડમાં ધડાકા ભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. મૂળ રાજસ્થાનના અને હાલ સુરતમાં રહેતા પરિવાર જે ઉજ્જૈન દર્શન કરીને પરત ફરતા હતા, પાવાગઢ દર્શનને જતા આ પરિવારને અકસ્માત નડ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ ગામ લોકોની મદદ લઈ ગાડીમાંથી મૃતકોને બહાર કાઢ્યા હતા. તેમજ એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી એનડીઆરએફની ટીમ ગાડી કાપીને મૃતક તેમજ ઘાયલોને કાઢ્યા હતા. ઘાયેલો તેમજ મૃતકોને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે પોલીસ સ્ટેશનને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ADVERTISEMENT

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ
૧. રંગાજી કિશોરજી કલાલ ઉમર 65.
૨. રોશન ગગાજી કલાલ ઉમર 40.
૩. પ્રકાશ રામાજી ગુર્જર ઉંમર 35.
૪. રાકેશ કનૈયા જી ગુર્જર ઉંમર 8

હાઈવે પર વાહનો મન ફાવે ત્યાં પાર્ક કરે અને લોકો ભોગ બને
વાઘોડિયા તાલુકાના જરોદ પાસે હાલોલ વડોદરા રોડ પર કન્ટેનરના પાછળના ભાગે કાર ઘુસી જતા ભયાનક અકસ્માત થયો હતો. હાલોલ વડોદરા રોડ જરોદ પાસે વહેલી સવારે ઉજ્જૈન તેમજ પાવાગઢથી દર્શન કરી સુરત પરત જઈ રહેલા પરિવારની કાર એક ઉભેલા કન્ટેનર ટ્રક ના પાછળના ભાગે ઘુસી જતા અકસ્માત થયો હતો. ઉલ્લેખનીય છે કે આ હાઈવે પર બેરોકટોક, ગમે ત્યાં મન ફાવે વાહન ઊભા કરી દેવાય છે. ખાસ કરીને ટ્રક-ટ્રેલર જેવા મોટા વાહનો ઘણી વખત રસ્તા પર ઊભા કરી દેવાયા હોવાને કારણે રાત્રીના અંધકારમાં વાહનો અંદર ઘૂસી જઈ મોટા ભયાનક અકસ્માતો થયા છે. જોકે ત્યાં તેમને રોકનારું જાણે તંત્રમાંથી કોઈ નથી અને જાણે કાળનો અડીંગો હોય તેવી સ્થિતિ થાય છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ઈંધણ અને લોહી એક થયા
અહીં આમ તો મદદ કરવા લોકોના ટોળા આવી પહોંચ્યા હતા પરંતુ પોતાના સ્વજનોના પાસે બેસીને આક્રંદ કરતી મહિલાના આંસુ અને વિલોપાતે વાતાવરણ હૃદય કંપાનારું કરી નાખ્યું હતું. અહીં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા, ઠેર ઠેર કારના કાચ પડ્યા હતા, ઈંધણ અને લોહી જાણે એક સાથે વહેતું હતું અને એક વૃદ્ધ મહિલા પોતાના સ્વજનોની લાશની વચ્ચે બેસી સતત રડ્યા કરતી હતી. ઘટનાનો નજારો કોઈ પણ સામાન્ય માણસની આંખો ભીની કરી જનારો હતો.

(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp

    ADVERTISEMENT