ગુજરાત સરકાર હવે 3 મહિનાની મહેમાન છે, કેજરીવાલની રાજકોટમાં ઔચક મુલાકાત
રાજકોટ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે દ્વારકા ખાતે આવ્યા હતા. જ્યાં તેઓએ જંગી જનસભા…
ADVERTISEMENT
રાજકોટ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે દ્વારકા ખાતે આવ્યા હતા. જ્યાં તેઓએ જંગી જનસભા સંબોધિત કરી હતી. આ ઉપરાંત તેમણે અહીં ખેડૂત લક્ષી કેટલીક જાહેરાતો પણ કરી હતી. જો કે ત્યાર બાદ તેઓ આયોજન નહી હોવા છતા પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમણે મીડિયા સાથે ચર્ચા પણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સરકારે પોલીસને ભથ્થા આપવાના નામે છેતરપિંડી આચરી છે. હાલ નાગરિકો સરકારથી ડરેલા છે.
પોલીસે ગ્રેડ પેનો હક્ક માંગ્યો અને રાહતની ભીખ આપી
રાજ્યના પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગ કરવામાં આવી રહી છે. ગ્રેડ પે વધારવાની માંગ નહિ સંતોષાતા આંદોલન કરવામાં આવ્યું હતું. જો કે સરકાર આ મુદ્દે લક્ષ્ય લેતી નહોતી. જો કે આમ આદમી પાર્ટીએ આ મુદ્દો ઉઠાવતાની સાથે જ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. જો કે આ રાહત પેકેજ પણ એક લોલીપોપ સમાન છે. પોલીસની માંગ ગ્રેડ પેની હતી. જો કે, સરકારે રાહત ફંડના નામે 3 હજાર જેટલો સામાન્ય વધારો કરીને પોલીસ જવાનોને છેતર્યા છે.
સરકાર હવે ટુંક જ સમયની મહેમાન છે
આ ઉપરાંત કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાત સરકાર હવે મહિનાઓની મહેમાન છે. સરકારનો ઘમંડ હવે ટુંક જ સમયમાં તુટી જશે. અમારી સરકાર આવ્યા બાદ પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે તો ઠીક સરકારી કર્મચારીઓની તમામ સમસ્યાઓનો અમે ઉકેલ લાવીશું. આ ઉપરાંત આંદોલન કરી રહેલા યુવાનોની માંગણી પણ પુર્ણ કરીશું અને 10 લાખ નવી સરકારી નોકરીઓ બહાર પાડીશું. આ ઉપરાંત પેંશન યોજના જેવી અનેક બંધ કરી દેવાયેલી યોજનાઓ ફરી શરૂ કરીશું.
ADVERTISEMENT
ભાજપે કહ્યું કે, અમે કેજરીવાલ અંગે કોઇ જ નિવેદન આપતા નથી
આ અંગે GUJARAT TAK ની ટીમે ભાજપના નેતા યજ્ઞેશ દવેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. યજ્ઞેશ દવેને કેજરીવાલનાં નિવેદન અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, અમે આપ કે અરવિંદ કેજરીવાલની કોઇ પણ બાબતને ધ્યાને લેતા પણ નથી અને તે અંગે કોઇ પ્રતિક્રિયા પણ વ્યક્ત કરતા નથી.
ADVERTISEMENT