બિલકિસ બાનો ગેંગરેપ કેસ: 11 કેદીઓને રાજ્ય સરકારે જેલમાંથી મુક્ત કર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાતમાં ગોધરા કાંડ દરમિયાન બહુ ચર્ચિત બનેલા બિલકિસ બાનો (Bilkis bano case) કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં બંધ 11 કેદીઓને આજે 15મી ઓગસ્ટે મુક્ત કરાયા છે. તમામ આરોપીઓને સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે મામલે 18 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ તમામે મુક્ત થવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ તમામ કેદીઓને ગોધરાની સબજેલમાંથી મુક્ત કરાયા હતા.

18 વર્ષથી જેલમાં બંધ હતા કેદીઓ
ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં દાહોદ જિલ્લાના રણધીકપુર ખાતે ગેંગ રેપ અને હત્યા તેમજ કોમી તોફાનોની ઘટના બની હતી. આ સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી બાદ 11 લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે બાદથી તમામ કેદીઓ જેલમાં બંધ હતો. તાજેતરમાં આ 11 કેદીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડ્યો હતો. ત્યારે 15મી ઓગસ્ટના દિવસે રાજ્ય સરકારે તમામ 11 કેદીઓને મુક્ત કરવા માટે હુકમ કરતા તેમને ગોધરાની સબજેલમાંથી છોડવામાં આવ્યા હતા.

શું હતો સમગ્ર મામલો?
નોંધનીય છે કે, વર્ષ 2002માં ગોધરાકાંડ વખતે 17 જેટલા લોકોએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. દાહોદ પાસે રણધીકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કરી 7 લોકોની હત્યા કરી હતી. બિલકિસ પર પણ સામુહિક દુષ્કર્મ આચરાયું હતું. આ દરમિયાન બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો. આ મામલે વર્ષ 2008માં આરોપીઓને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

ADVERTISEMENT

આ 11 કેદીઓને મુક્ત કરાયા

  1. રાધેશ્યામ શાહ
  2. જશવંત ચતુરભાઈ નાઈ
  3. કેશુભાઈ વડાનીયા
  4. બકાભાઈ વડાનીયા
  5. રાજીભાઈ સોની
  6. રમેશભાઈ ચૌહાણ
  7. શૈલેષભાઈ ભટ્ટ
  8. બિપિન ચંદ્ર જોશી
  9. ગોવિંદભાઈ નાઈ
  10. મિતેશ ભટ્ટ
  11. પ્રદિપ મોઢિયા

    follow whatsapp

    ADVERTISEMENT