GUJARAT સરકાર પહેલીવાર ટેકાના ભાવે ખરીદી કરશે, રેશનકાર્ડ ધારકોને પણ અપાશે બાજરી
ગાંધીનગર : ભારત હાલ દેશી ધાન્ય પાકો (મિલેટ) માટેનું વૈશ્વિક હબ બનવા માંગે છે. ત્યારે મિલેટ્સ વર્ષ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવાની ભારતની દરખાસ્તના પગલે…
ADVERTISEMENT
ગાંધીનગર : ભારત હાલ દેશી ધાન્ય પાકો (મિલેટ) માટેનું વૈશ્વિક હબ બનવા માંગે છે. ત્યારે મિલેટ્સ વર્ષ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવાની ભારતની દરખાસ્તના પગલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023 ને યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવાનું જાહેર કરાયું છે. વર્ષ 2021 ના માર્ચ માસમાં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં વર્ષ 2023 ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવાની જાહેરાત કરાઇ છે ત્યારે ગુજરાત પણ આ ઉજવણીમાં પોતાનું મહત્વનું યોગદાન આપવા માટે જઇ રહ્યું છે.
બાજરીનું ઉત્પાદન વધે તે માટે સરકાર પ્રયાસરત્ત
ગુજરાત સરકાર દ્વારા બાજરીનું વાવેતર અને ઉત્પાદન વધે તે માટે પ્રયાસો હાથ ધરાયો છે. ઉનાળામાં બાજરીના ટેકાના ભાવે ખરીદવા માટે પણ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશના અલગ અળગ રાજ્યો જેવા કે હરિયાણા અને રાજસ્થાન વગેરેને પણ ટેકાના ભાવે ખરીદી થાય છે. ગુજરાતમાં પહેલીવાર બાજરીની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે.
અન્ન અને નાગરિક પુરવઠ્ઠા વિભાગ ટુંક સમયમાં નિર્ણય લઇ શકે છે
રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠ્ઠા વિભાગ દ્વારા આ અંતિમ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અન્ન અને નાગરિક પુરવઠ્ઠા નિગમ દ્વારા વર્ષ 2023 ની 15 એપ્રીલથી જુન દરમિયાન ટેકાના ભાવે બાજરી ખરીદવા માટેની તમામ તૈયારીઓ થઇ ચુકી છે. જે અંગેની સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા ટુંક જ સમયમાં કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
બાજરીની કિંમતમાં બોનસ જાહેર કરવામાં આવે તેવી શક્યતા
દેશના અન્ય રાજ્યોમાં સરકાર બાજરી પ્રતિકિલો 23.50 થી 25 રૂપિયા સુધીના ભાવે ખરીદી કરે છે. કેટલાક રાજ્યોમાં આ ભાવ પ્રતિ કિલો રૂપિયા 20 રૂપિયા સુધી નોંધાયો છે. ગુજરાતમાં બાજરીની ટેકાના ભાવે ખરીદી કરે તેવી શક્યતા છે. બાજરીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 200 થી 300 રૂપિયા બોનસ આપે તેવી શક્યતા છે. જો કે તેની સત્તાવાર જાહરાતની રાહ જોવાઇ રહી છે.
ADVERTISEMENT