ગુજરાત સરકારની મોટી જાહેરાત, ગરબા હવે આખી રાત ચાલશે, પોલીસ નહી કરાવે બંધ

ADVERTISEMENT

Garba whole night
Garba whole night
social share
google news

ગાંધીનગર :  ગુજરાત સરકારની મોટી જાહેરાત, ગરબા હવે આખી રાત ચાલશે, પોલીસ નહી કરાવે બંધ. ગુજરાત સરકારના ગૃહમંત્રી દ્વારા આ અંગે અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. નવરાત્રી પર ખેલૈયાઓ માટે સૌથી મોટા અને સૌથી વધારે ખુશીના સમાચાર આવ્યા છે. ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમી શકશે. અત્યાર સુધી 12 વાગ્યે અધિકારીક રીતે ગરબા બંધ કરવા માટેની ગાઇડલાઇન હતી.

જેથી પોલીસ 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવી દેતી હતી. જો કે હવે આખી રાત ગરબા રમી શકાશે. આ અંગેની ગૃહવિભાગે રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપી દીથી છે. રાજ્યના પોલીસ વડા ઉપરાંત, શહેરોના કમિશ્નર અને જિલ્લાના તમામ SPને પણ આ અંગે મૌખીક સુચના આપી દેવામાં આવી છે. જેથી અધિકારીક રીતે આખી રાત ગરબા રમી શકાશે.

જો કે આ અંગે કેટલાક નિષ્ણાંતોનો મત છે કે, કોર્ટની ગાઇડલાઇન અનુસાર આખીરાત ગરબા ચલાવી શકાય નહી. પરંતુ સરકાર દ્વારા પોલીસને કુણુવલણ દાખવવા માટે સુચના અપાઇ છે. આ ઉપરાંત સ્પીકર ધીમા રાખીને (કોર્ટ દ્વારા નિયત કરાયેલા ઓછા ડેસિબલ પર) હોય અથવા તો માત્ર વાજીંત્રો પર ગરબા રમાતા હોય અને કોઇની ફરિયાદ ન હોય તેવી સ્થિતિમાં પોલીસને કડકાઇ ન કરવા અને કુણુ વલણ દાખવવવા સુચના અપાઇ છે. કોર્ટની ગાઇડ લાઇન હોવાના કારણે કોઇ અધિકારીક આદેશ અપાયો નથી માત્ર મૌખીક સુચના જ અપાઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT