Gujarat સરકાર આ વર્ષમાં જ 11 હજાર ભરતીઓ કરશે: ગૃહમાં થઇ જાહેરાત

ADVERTISEMENT

ગુજરાત સરકારે 11 હજાર જગ્યાની જાહેરાત કરી
ગુજરાત સરકારે 11 હજાર જગ્યાની જાહેરાત કરી
social share
google news

રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગમાં આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ ભરતી પ્રક્રિયા વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું પણ મંત્રીએ આશ્વાસન આપ્યું હતું. હવે આ આશ્વાસન કેટલું સાચુ ઠરે છે તે તો સમય જ કહેશે.

સરકાર વાહન વ્યવહાર વિભાગમાં 11 ખાલી પડેલી જગ્યાઓ ભરાશે

રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં ખાલી પડેલી વિવિધ 11 હજારથી વધુ કર્મચારીઓની ઘટને પુરી કરવામાં આવશે. વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ, આઈટીઆઈને અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે ખુબ જ મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે.

ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સંવર્ગના વિવિધ કર્મચારીઓની ભરતી

રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, વર્ષ 2024 નાં અંત સુધીમાં ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટક, મિકેનિક સહિતનાં કર્મચારીઓ સહિત 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરવા માટે કટિબદ્ધ છે. 2024 ના અંત સુધીમાં તમામ ભરતી પુર્ણ કરી દેવાશે. આ વર્ષના અંત સુધીમાં તમામને પોસ્ટિંગ આપવા સુધીની બાંહેધરી મંત્રીએ ઉચ્ચારી હતી. 

આ પણ વાંચો

ADVERTISEMENT

એસ.ટી.નિગમ નુકશાનીમાંથી નફામાં આવ્યું હોવાનો હર્ષ સંઘવીનો દાવો

આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે. જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વાપરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સરકારના જાહેર પરિવહનના સંસાધનોનો ઉપયોગ થતો હતો. પહેલા એસટીમાં 25 લાખ મુસાફરો હતા. જે વધીને 27 લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT