શ્રમિકો માટે ગુજરાત સરકારની મોટી યોજના : 5 રૂપિયામાં મળશે 'હંગામી ઘર', સાથે અનેક સુવિધા

ADVERTISEMENT

Shramik Basera Yojana
ગુજરાત સરકારની "શ્રમિક બસેરા યોજના"
social share
google news

Shramik Basera Yojana : શ્રમિક માણસ બીજા લોકો માટે મોટી ઈમારતો બનાવે પણ તેના પોતાના પરિવાર માટે આવાસની સુવિધા ન હોય એ કેટલું દુ:ખદ છે, નહીં? આ સંવેદના સાથે જ રાજ્ય સરકારે શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર રાજ્યમાં વિવિધ સ્થળોએ કડિયાનાકા નજીક જ શ્રમિકો માટે હંગામી આવાસ સુવિધા એટલે કે, "શ્રમિક બસેરા"નું નિર્માણ કરશે. ગુજરાતમાં શ્રમિકો માટે પાંચ રૂપિયામાં ભોજન આપવાની યોજના બાદ રાજ્ય સરકાર પાંચ રૂપિયામાં હંગામી આવાસ આપશે. સરકારનો દાવો છે કે રાજ્યમાં 17 જગ્યાએ ઊભા કરવામાં આવેલા આવાસનો લાભ 15 હજારથી વધુ શ્રમિકોને મળશે.

શ્રમિકોને રહેવા, જમવા અને ફ્રી હેલ્થ ચેકઅપની મળશે સુવિધા

શ્રમિક અને તેના પરિવારને ત્યાં સાવ નજીવા ખર્ચે રહેવાની સુવિધા મળશે. સાથોસાથ શ્રમિક અન્નપૂર્ણ યોજના હેઠળ ભોજન પણ મળશે અને વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ સહિતની સુવિધા પણ મળે તેવું આયોજન કરાશે.

આ શહેરોમાં નિર્માણ થનારા આવાસોનું કરાયું ભૂમિપૂજન

આ યોજના હેઠળ પ્રથમ તબક્કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં નિર્માણ થનાર 17 શ્રમિક બસેરાનું 18 જુલાઈએ અમદાવાદના જગતપુર ખાતેથી ખાતમુહૂર્ત કર્યું. જેનો લાભ 15,000 જેટલા શ્રમિકોને થશે. આ યોજનાનો લાભ લેવા માટે નોંધણી માટેના શ્રમિક બસેરા પોર્ટલનું પણ લોન્ચિંગ આ પ્રસંગે કરાયું છે.

ADVERTISEMENT

ત્રણ વર્ષમાં 3 લાખ આવાસ બનાવવાની યોજના

આગામી ત્રણ વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ લાખ આવાસો બનાવવાની યોજના છે. સરકારે શ્રમિકો માટે રાહતદરે પાંચ રૂપિયામાં ભોજન આપતા 290 ભોજન કેન્દ્રો શરૂ કર્યા છે. અત્યાર સુધીમાં 2.54 કરોડ ભોજન વિતરણ થયું છે. રાજ્યના શ્રમિકો 60 વર્ષની વયે પહોંચે અને વયના કારણે કામ કરવાની શક્તિ ન હોય તો તેમના નિર્વાહ માટે દર મહિને 3000 રૂપિયા જેટલી પેન્શનની રકમ તેમને કેન્દ્રની યોજના મારફતે મળે છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે. 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, 'આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પુરી  પાડવામાં આવશે. લાભાર્થી શ્રમિકના છ વર્ષ કે જેથી ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં. ત્રણ વર્ષમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો માટે આવાસ સુવિધા ઊભી કરાશે. આ યોજનામાં શ્રમિકોના કડિયાનાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પુરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટલાઈટ, સિક્યોરિટી, મેડીકલ ફેસેલિટી અને ઘોડિયાઘર જેવી સુવિધા હશે.'

ADVERTISEMENT

અમદાવાદના સાત ઝોનમાં ઝોન દીઠ 1 હજાર 61 ચોરસમીટર સુધીનુ બાંધકામ ધરાવતા આવાસ બનશે. બે રૂમ, રસોડું સહિતની સુવિધા સાથે પશ્ચિમ ઝોનમાં 598, પૂર્વ ઝોનમાં 532, ઉત્તર ઝોનમાં 160, દક્ષિણ ઝોનમાં 350 તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 500 આવાસ બનાવવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT