મોદી સરકારનો ગુજરાતના પર્યાવરણને સણસણતો તમાચોઃ પ્રદુષિત નદી માટે 1 રૂપિયો પણ ન આપ્યો!

Urvish Patel

ADVERTISEMENT

ગુજરાતમાં આવેલી 25 નદીઓમાંથી 13 નદીઓ એવી છે જેના પ્રદુષણની વાત કરીએ તો તેનું પાણી પીવાનું તો છોડો નહાવા લાયક પણ નથી તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સરકારના કાન આમળતા કહેવાયું હતું.
ગુજરાતમાં આવેલી 25 નદીઓમાંથી 13 નદીઓ એવી છે જેના પ્રદુષણની વાત કરીએ તો તેનું પાણી પીવાનું તો છોડો નહાવા લાયક પણ નથી તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સરકારના કાન આમળતા કહેવાયું હતું.
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં આવેલી 25 નદીઓમાંથી 13 નદીઓ એવી છે જેના પ્રદુષણની વાત કરીએ તો તેનું પાણી પીવાનું તો છોડો નહાવા લાયક પણ નથી તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સરકારના કાન આમળતા કહેવાયું હતું. ગુજરાતની સાબરમતી, ભાદર, વિશ્વામિત્રી, ઢાઢર, અમલાખાડી જેવી નદીઓ તો અત્યંત પ્રદુષિત નદી છે. જ્યારે મહી, શેઢી, ભોગાવો, દમણગંગા, તાપી, મીંઢોળા, જેવી નનદીઓ ન્હાવાલાયક પ્રદુષિત નદીઓની યાદીમાં છે.

સાંસદના સવાલ પર મળ્યો ચોંકાવનારો જવાબ
આપણે ત્યાં નદીઓને માતાનો દરજ્જો અપાય છે પરંતુ તે માત્ર કહેવા પુરતું, અહીં નદીઓની હાલત કેટલી ખરાબ આપણે કરી મુકી છે તેની કોઈ હદ નથી. રિપોર્ટ્સ પ્રમાણે કોંગ્રેસે ગુજરાત સરકાર પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, ભારતમાં 603 નદીઓના પાણી શુદ્ધ નથી જ્યારે દેશમાં બીજા નંબરની સૌથી પ્રદુષિત નદી સાબરમતી નદી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા પાર્થીવરાજસિંહ કાઠિયાવાડીએ કહ્યું કે, લોકસભામાં સાંસદના સવાલની સામે ચોંકાવનારો જવાબ મળ્યો છે.

ગુજરાતના મંત્રીઓના કેબિન સુધી AI ની એન્ટ્રીઃ નેતાને કોઈ છેતરી ના જાય તેના માટે કરશે

1 કાંણો રૂપિયો નહીં…!?
તેમણે કહ્યું કે, ગુજરાતની 25માંથી 13 નદીઓના પાણી નહાવા લાયક નથી. તેમાં એક સમયે પાણી પીવાલાયક હતા પણ હવે નહાવા લાયક પણ રહ્યું નથી. પર્યાવરણ મંત્રીએ કહ્યું કે દેશની 603 નદીઓના પાણીની ગુણવત્તા તપાસતા 279 નદીઓના પાણી નહાવા લાયક પણ નથી. ગુજરાતમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 25 નદીઓના પાણીની ગુણવત્તા તપાસી હતી. જેમાં ભાદર, સાબરમતી, ધાડર, અમલા ખાડી, ખારી, વિશ્વામિત્રી, મહી, શેઠી, ભૂખી ખાડી, તાપી, દમણગંગા, મીંઢોળા, ભોગાવોના નીર પીવાનું તો છોડો નહાવા લાયક રહ્યા નથી. કેન્દ્ર સરકારે 2022-23માં 6 સૌથી વધુ પ્રદુષિત નદીને એક રૂપિયો પણ ફાળવ્યો નથી. કેન્દ્ર સરકારનો ગુજરાતના પર્યાવરણને આ ગાલ લાલ કરી દેનારો તમાચો કહી શકાય.

આ પણ વાંચો

ADVERTISEMENT

ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છતાં…
દેશમાં ગંગા સફાઈ, ગંગોત્રી સફાઈ વગેરે નદીઓના નામોની પાછળ સફાઈ શબ્દ વાપરીને ભારેખમ દેખાડો કરાય છે પરંતુ સફાઈ શબ્દના પ્રયોગથી જ નદીઓ ચોખ્ખી થતી નથી. ગુજરાતમાં નદીઓની જે હાલત છે તેને જોઈને અને ખાસ કરીને સાબરમતી નદી કે જે દેશમાં બીજા નંબર પર છે તેને પગલે ખુદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી તંત્ર પાસે જવાબો માગ્યા હતા. જોકે છતાં સ્થિતિ તો જ્યાં હતી ત્યાંની ત્યાં જ હોય તેવું દેખાઈ રહ્યું છે. સાબરમતીમાં જ રિવરફ્રન્ટના ભાગ તરફ જાહોજલાલી બતાવવા સીવાયના ઘણા સ્થળો પર જોતા જ ધ્રુણા થાય તેવી નદીની હાલત કરી મુકી છે જેના પણ હાલમાં ઘણા આક્ષેપો થયા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT