ગુજરાત આવશે વડાપ્રધાન મોદીઃ સાંસદો-ધારાસભ્યો સહિત 200 લોકો સાથે લેશે ભોજન
ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસમાં ગુજરાત આવવાના છે. તે દિવસે તેઓ સેમિકોન ઈન્ડિયા 2023 કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. જેમાં…
ADVERTISEMENT
ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસમાં ગુજરાત આવવાના છે. તે દિવસે તેઓ સેમિકોન ઈન્ડિયા 2023 કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. જેમાં રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી અંગે 6 દિવસ પ્રદર્શન યોજાશે. 28મીએ વડાપ્રધાનના હાથે ઉદ્ઘાટન થયા પછી 30મી સુધી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ ચાલશે. આ ઉપરાંત રાજકોટમાં પણ 27મીએ 8.39 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી લાઈબ્રેરીનું પણ લોકાર્પણ કરશે.
ગુજરાતમાં વડાપ્રધાનના કાર્યક્રમની ઝલક
સેમિકોન ઈન્ડિયા 2023ને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. જેને 25મી જુલાઈથી લોકો માટે ખુલ્લુ મુકાશે. તેમાં સેમિકન્ડક્ટરની ઉત્પાદન પ્રક્રિયા અને તેમાં થયેલી પ્રગતિ અંગે લોકોને માહિતી આપવામાં આવશે. એક્ઝિબિશન પણ 30મી સુધી ચાલશે.
ફરી પડ્યો ખાતરનો ડખોઃ અછતની પરિસ્થિતિથી જામનગરના ખેડૂતોમાં નારાજગી
અહીં મુલાકાતીઓને અત્યાધુનિક ટેકનીક્સ અને નવીનીકરણ અંગે વિસ્તૃત જાણકારી મળશે. એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમમાં વિશેષ જાણકારી મેળવવાની તક ઊભી થશે. જેમાં ભારત સરકાર તરફથી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલવે અને કમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવ, વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશીપ મંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહેશે. ઉપરાંત, અગ્રણી સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના વડાઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.
ADVERTISEMENT
આ મામલે દેશનું પ્રથમ રાજ્ય બનશે ગુજરાત
આ સાથે જ સેમી કન્ડક્ટર પોલિસી જાહેર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધીને લઈને ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027 જાહેર કરી છે. ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા સરકારે પોલિસી જાહેર કરી છે અને આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
વડાપ્રધાનની અમેરિકા મુલાકાત વખતે થઈ હતી જાહેરાત
આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત વખતે અમેરિકી પ્રમુખ જો બાઈડને માઈક્રોન ટેક્નોલોજી કંપની થકી ભારતમાં સેમિકંડક્ટર એસેમ્બલી, ટેસ્ટીંગ, માર્કિંગ, પેકેજીંગ (ATMP) ફેસીલીટી આપવાની જાહેરાત કરી હતી. દરમિયાનમાં દુનિયામાં જાણીતી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની માઈક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે 22300 કરોડ કરતા વધુના પ્રોજેક્ટ્સ માટે એમઓયુ થયા હતા. તેના માટે ગુજરાતના સાણંદની જગ્યા પસંદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સાંસદો, ધારાસભ્યો અને સંલગ્ન અધિકારીઓ સહિત 200 લોકો સાથે આ દરમિયાન ભોજન પણ લેશે.
ADVERTISEMENT
કમિશનરો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કેમ ના કરવામાં આવે?: હાઈકોર્ટે લીધો ઉધડો
રાજકોટમાં કરશે લાઈબ્રેરીનું લોકાર્પણ
વડાપ્રધાન 27મીએ રાજકોટમાં લાઈબ્રેરીનું લોકાર્પણ કરવાના છે. આ લાયબ્રેરી 8.39 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જેમાં 33,000થી વધુ પુસ્તકો, બાળકો માટે રમકડા, ડિજિટલ કન્ટેન્ટ પણ ઉપલબ્ધ છે. રાજકોટના વોર્ડ નં. 6માં ગોવિંદબાગની પાસે 1596 ચો.મી. જેટલી વિશાળ જગ્યામાં આ લાયબ્રેરી બનાવામાં આવી છે. લાયબ્રેરીમાં મોટાભાગે સાહિત્ય ફિલોસોફી, ધર્મ, સામાજિક શાસ્સત્ર, ભાષા, ટેક્નોલોજી, વિજ્ઞાન સહિતના વિષયો પર પુસ્તકો છે. અહીં યુપીએસસી, જીપીએસસી તથા અન્ય ઉચ્ચ અભ્યાસની તૈયારી માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નરની વ્યવસ્થા નિર્માણ કરાઈ છે.
ADVERTISEMENT
બાળકો માટે આવી ખાસ વ્યવસ્થાઓ
બાળકો માટે અહીં 1900થી વધુ પઝલ્સ અને રમકડાઓ મુકવામાં આવ્યા છે. બાળ ફિલ્મ શો, ડોક્યુમેન્ટ્રી શો, વર્કશોપ, બુક રિવ્યું, બુક ટોક, ક્વિઝ કોમ્પિટીશન, કાવ્ય પઠન, વગેરે જેવા વિવિધ સ્પર્ધાઓના પણ આયોજન કરવામાં આવશે. મતલબ કે મનોરંજન સાથે જ્ઞાન આપવામાં આવશે. સોમવારથી શનિવારે 9થી 7.30 સુધી અને રવિવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી લાઈબ્રેરીનો લાભ લઈ શકાશે.
ADVERTISEMENT