સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામતનો મામલો, કેબિનેટ મીટિંગમાં ઝવેરી કમિશનનો રિપોર્ટ રજૂ કરાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Politics: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં OBC અનામત મામલે મોટા સમાચાર સામે આવી રહ્ટા છે. જે મુજબ કેબિનેટમાં ઝવેરી કમિશનનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે સાંજે 4 વાગ્યે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ઝવેરી કમિશનની ભલામણો અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. લાંબા સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામતનો મુદ્દો અટક્યો હતો, ત્યારે આ મામલે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી શકે છે.

સાંજે પ્રેસ કોન્ફરન્સમાં સરકારી શકે જાહેરાત

વિગતો મુજબ, સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ સાંજે 5 વાગ્યે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રેસ કોન્ફરન્સ કરશે. ખાસ છે કે ઝવેરી કમિશને પોતાનો રિપોર્ટ 13 એપ્રિલે સોંપ્યો હતો. કમિશને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના ધોરણે અનામત આપવા રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ અભ્યાસ માટે 8મી જુલાઇ 2022ના રોજ કે. એસ. ઝવેરીના નેતૃત્વમાં ‘સમર્પિત આયોગ’ની રચના કરાઈ હતી.

દોઢ વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અટકી

ખાસ છે કે, સૂત્રો મુજબ, ગુજરાતના 11 જિલ્લાઓમાં OBC સમુદાયનું પ્રભુત્વ રહેવાનો દાવો કરાયો છે. જ્યારે 500 ગ્રામ પંચાયતોમાં OBC સમુદાયનું પ્રભુત્વ છે. એવામાં રાજ્યની 49 ટકા અનામત વધે નહિ તે મુજબ OBC સમુદાયને અનામતનો લાભ આપવામાં આવશે. ઝવેરી કમિશનના રિપોર્ટના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અટકી છે. જેમાં 2 જિલ્લા પંચાયતની ચૂંટણી, 17 તાલુકા પંચાયતની ચૂંટણી અને 72 નગરપાલિકાની ચૂંટણી અટકી છે. જેના કારણે તમામ સંસ્થાઓમાં હાલ વહીવટદાર નીમવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT