ગુજરાત સરકારે રખડતા ઢોરોને લઈ માર્ગદર્શિકા કરી જાહેરઃ રજીસ્ટ્રેશન ફરજિયાત
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રખડતા ઢોરોને લઈને માર્ગદર્શિકાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહાનગર પાલિકા અને નગરપાલિકાના વિસ્તારો માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રખડતા ઢોરોને લઈને માર્ગદર્શિકાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહાનગર પાલિકા અને નગરપાલિકાના વિસ્તારો માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે ઢોરનું રજીસ્ટ્રેશન મનપા અને નપા બંનેમાં ફરજિયાત છે. રજીસ્ટ્રેશન વગરના ઢોરોને જપ્ત કરી લેવામાં આવશે.
ગુજરાતમાં રખડતા ઢોરોને કારણે થતા અકસ્માતોથી લઈને સ્વચ્છતા સહિતના મુદ્દાઓને લઈને સતત સવાલો ઉઠ્યા છે. હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સરકારને રખડતા ઢોરોની નીતિને લઈને લપડાંક લાગવા લાગી છે ત્યારે સરકાર પણ કડક નિયમો ઘડવાની તૈયારીમાં આવી ગઈ છે. જોકે તે વાત પણ અલગ છે કે નિયમોની અમલવારી કેટલી કડક રીતે થશે તેને લઈને લોકોને સતત શંકાઓ રહે જ છે.
તથ્ય પટેલની જામીન અરજી ફગાવીઃ સેશન્સ કેસની ટ્રાયલ આવતીકાલથી શરૂ
પશુઓને ટેગ કરાશેઃ જાહેરમાં ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ
હાલ પ્રાપ્ત વિગતોની અંગે જાણકારી આપીએ તો રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોરોની ગંભીર સ્થિતિને પહોંચી વળવા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પગલે હવે મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કાર્યવાહી કરવાની થશે. પરવાનગી પ્રમાણે નિર્ધારિત ચાર્જ આપવાનો થશે. સાથે જ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ તથા ઘાસ ખવડાવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ માર્ગદર્શિકામાં એવી પણ વાત કરવામાં આવી છે કે ટેગ વગરના ઢોરને લઈને માલિકને રૂપિયા 1 હજાર સુધીનો દંડ કરાશે.
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે અગાઉ પણ અમદાવાદ કોર્પોરેશન દ્વારા તથા વડોદરા કોર્પોરેશન દ્વારા પણ રખડતા ઢોરોને લઈને કેટલાક નિયમો જાહેર કરાયા હતા. વડોદરામાં જાહેરમાં એંઠવાડ નાખવા કે ઢોરોને ખવડાવવા પર રૂપિયા 500નો દંડ લાગુ કરાયો હતો. અમદાવાદમાં ત્રણ વર્ષ માટે આ અંગે અપાતું લાયસન્સ 500 રૂપિયા અને રિન્યુ કરવાના 250 રૂપિયા નક્કી કરાયા હતા. દરમિયાન રખડતા ઢોરોને પાંજરે પુરવાની સખત કાર્યવાહી હાથ ધરવાની પણ વાત કરવામાં આવી હતી. જોકે તેની અમલવારી કેટલી થાય છે તે રોડ પર જ ખબર પડી જાય છે.
ADVERTISEMENT