દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા ગુજરાત સરકારનો કરોડોનો ખર્ચ પાણીમાં? કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ-CAGના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ગુજરાતના દરિયા કાંઠે ખારા પાણીને પીવા લાયક બનાવવા માટે ઈઝરાયલથી લવાયેલી ટેકનોલોજી નિરર્થક નીવડી છે. કેગના રિપોર્ટ મુજબ, ઈઝરાયલની ટેકનોલોજીથી સજ્જ 7 જીપ માટે રૂ.12.56 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતો. આ જીપની ક્ષમતા દૈનિક 20થી 80 હજાર લિટર ખારા પાણીને શુદ્ધ કરવાની હતી, પરંતુ તેની તેની માંડ 5થી 7 હજાર પાણી શુદ્ધ કરાતું હતું.

કચ્છ-દ્વારકામાં જીપ ધૂળ ખાતી જોવા મળી
ખાસ વાત તો એ છે કે, કચ્છ અને દ્વારકામાં ખારું પાણી શુદ્ધ કરવા માટે મૂકવામાં આવેલી આ કરોડોની કિંમતની જીપ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી હતી. કેગના રિપોર્ટમાં મોંઘા સાધનોની જાળવણીમાં અભાવ જોવા મળ્યો હતો.

ઈઝરાયલના PMએ ભારતને બે જીપ ગિફ્ટ કરી હતી
નોંધનીય છે કે, ગુજરાત પ્રવાસે આવેલા ઈઝરાયલના PM નેતન્યાહુએ બાવળા સ્થિત આઈ ક્રિએટ સેન્ટરથી ભારતને દરિયાનું ખારું પાણી મીઠું કરતી બે જીત ભેટમાં આપી હતી. આ એક જીપની કિંમત 1.11 લાખ ડોલર હતી. આ જીપ દરિયો, નદી, કૂવો સહિતના કોઈપણ સ્થળેથી પાણીને લઈને દૈનિક રૂ.80 હજાર લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતો હતો. બાદમાં ગુજરાત સરકાર દ્વારા આવી વધુ જીપનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

દરિયાકાંઠે મેન્ગ્રૂવના નિકંદન અંગે પણ ખુલાસો
ખાસ વાત છે કે CAGના રિપોર્ટમાં ગુજરાતના દરિયાકાંઠે આવેલા મેન્ગ્રૂવના નિકંદન અંગે પણ મોટો ખુલાસો કરાયો છે. જેમાં ગુજરાત સરકારે આંખ, કાન બંધ રાખીને મેન્ગ્રૂવના નિકંદનનો છૂટો દોર આપ્યો હોય તેમ સ્પષ્ટ થાય છે. જેમાં કંડલાના સરકારી પોર્ટ પણ સામેલ છે. જ્યાં 117 હેક્ટરમાં મેન્ગ્રૂવનો નાશ કરવામાં આવ્યો છે. જેના કારણે દરિયાકાંઠામાં ગુજરાતમાં જોવા મળતા ખરાઈ પ્રજાતિના ઊંટ પર જોખણ ઊભું થયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT