બોલવા-સાંભળવામાં અક્ષમ બાળકો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, 5 લાખની મળશે સહાય

ADVERTISEMENT

Gujarat Government
Gujarat Government
social share
google news

Gandhinagar: રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જન્મથી બોલવા અને સાંભળવામાં અક્ષમ બાળકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિયમ 44 હેઠળ મોટી જાહેરાત કરી છે. જે મુજબ,  જે બાળકોમાં સરકાર તરફથી વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય તો તેને વિના મૂલ્યે બદલી આપવામાં આવશે.

આવા બાળકોને મળશે ખાસ લાભ

રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસેસર બદલવા સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જે બાળકોનું સરકાર તરફથી વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય તેવા કિસ્સામાં  કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામુલ્યે બદલી આપવામાં આવશે.

5 લાખ સુધીની સહાય

અગાઉ આવા લાભાર્થી પાસેથી  કુલ ખર્ચના 10% ફાળો લેવાતો હતો જે હવે સંપૂર્ણપણે નિ:શુલ્કપણે કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. એક પ્રોસેસર બદલવા અંદાજીત રૂપિયા 5 લાખનો ખર્ચ થાય છે. આ વર્ષે પ્રાથમિક તબક્કે રાજ્યના અંદાજીત 700 જેટલા બાળકોને રૂ. 35 કરોડના ખર્ચે પ્રોસેસર બદલી આપવામાં આવશે.

ADVERTISEMENT

221 કરોડના ખર્ચે 3163 બાળકો બોલતા-સાંભળતા થયા

રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનનો અંદાજિત ખર્ચ  રૂ.7 લાખ જેટલો થાય છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 3163 બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન માટે અંદાજીત રૂ. 221 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT