GUJARAT સરકારે ખેડૂતોને આપી રાહત, 30 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાયની જાહેરાત
ગાંધીનગર :ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આંશિક રાહત આપતા જેમને પણ કમોસમી વરસાદના કારણે નુકસાની થઇ છે તેના સર્વે બાદ હવે સહાયની જાહેરાત કરી દેવામાં આવી…
ADVERTISEMENT
ગાંધીનગર :ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આંશિક રાહત આપતા જેમને પણ કમોસમી વરસાદના કારણે નુકસાની થઇ છે તેના સર્વે બાદ હવે સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે. માવઠાનો બેવડો માર સહી ચુકેલા ખેડૂતો માટે ખુબ જ રાહતના સમાચાર કહી શકાય. સરકાર દ્વારા 13 જિલ્લાના 48 તાલુકાઓમાં સર્વે પુર્ણ કરી દેવાયા બાદ હવે સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર મહત્તમ બે હેક્ટર દીઠ જ રાહત આપવામાં આવશે. આ ઉપરાંત નુકસાની પણ 33 ટકા કે તેના કરતા વધારે હોય તો જ સહાય મળવા પાત્ર થશે.
સરકાર દ્વારા જાહેરાત ત્રણ તબક્કામાં જાહેર કરવામાં આવી છે. જેમાં સિઝનલ પાક, બાગાયતી પાક અને બહુવર્ષા બાગાયતી પાક સેક્શન પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત પ્રતિ ખેડૂત ખાતેદાર દીઠ મહત્તમ બે હેક્ટર જમીન પુરતી જ સહાય ચુકવાશે. પ્રતિ હેક્ટર દીઠ બાગાયતી પાક માટે 30600 રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. જેમાં નિયમાનુસાર 18 હજાર રૂપિયા ચુકવવા પાત્ર હોય છે. જો કે સરકાર દ્વારા પોતાના રાહત ફંડમાંથી વધારાના 12,600 રૂપિયા ચુકવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે 30,600 રૂપિયા ચુકવવામાં આવશે.
આ ઉપરાંત જે સામાન્ય પેદાશ હોય છે. જે પ્રતિ સિઝનમાં લેવાતી હોય તેને ખેતપેદાશ ગણવામાં આવે છે. તેમાં હેક્ટર દીઠ 23 હજાર રૂપિયા ચુકવવામાં આવશે. જે મહત્તમ બે હેક્ટર માટે પ્રતિ ખેડૂત ખાતેદારને મળવાપાત્ર થશે. આ ઉપરાંત સિઝનલ પાકના નુકસાન માટે પણ 46 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવશે. જો કે મહત્વની બાબત છે કે, કેટલાક કિસ્સામાં 4 હજાર કે તેનાથી ઓછી નુકસાની થતી હોય તેવા કિસ્સામાં પણ લઘુત્તમ 4 હજાર રૂપિયા ચુકવવા તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જો
ADVERTISEMENT
ADVERTISEMENT