ગંજીફો ચીપાયોઃ રાજ્યમાં સિનિયર IAS-IPS ની મોટાપાયે બદલી, જુઓ સંપૂર્ણ યાદી
રાજ્ય સરકારે 18 સિનિયર IAS અધિકારીની બદલી કરવાનો ઓર્ડર ફાડ્યો છે, જેમાં સુનયના તોમર, પંકજ જોષી, મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુશર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા અને ડો.ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે.કે. નિરાલા, રાજેશ મંજુ, એ.એમ.શર્મા, મમતા વર્મા અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે
ADVERTISEMENT
IAS-IPS officers transferred Gujarat: ગુજરાતમાં મંત્રીમંડળમાં વિસ્તરણ અને બદલાવની ચર્ચા વચ્ચે IAS અધિકારીઓના ચાર્જમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 18 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિ, Dr ટી નટરાજન, મમતા વર્મા જેવા સિનિયર અધિકારોના નામ પણ બદલીમાં સામેલ છે. મનોજ કુમાર દાસને મુખ્યમંત્રી અધિક મુખ્ય સચિવ બનાવ્યા, જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવ્યા છે.
જુઓ બદલીનું લિસ્ટ
પોલીસ બેડામાં ધરખમ ફેરફાર
આઈપીએસ કેડરમાં પણ બદલીનો ઘાણવો તૈયાર થયો છે,. 8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા છે.
ADVERTISEMENT
જુઓ સંપૂર્ણ લિસ્ટ
ADVERTISEMENT