રાજ્યના મહેસૂલ વિભાગમાં બદલીના આદેશ છૂટ્યા, 24 મામલતદારોની બદલી, 2ની બઢતી સાથે બદલી

ADVERTISEMENT

સચિવાલયની ફાઈલ તસવીર
Revenue Department
social share
google news

Gujarat Government Revenue Department Transfer Order: ચૂંટણી બાદ ગુજરાતમાં ફરી એકવાર બદલીનો દોર શરૂ થયો છે. જે અંતર્ગત રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા પાયે મામલતદારોની બઢતી અને બદલીના આદેશ છૂટ્યા છે. જે પૈકી વર્ગ-2ના કુલ 24 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જ્યારે બે મામલતદારોને વર્ગ-3માંથી વર્ગ-2માં પ્રમોશન આપવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

કોની ક્યાં બદલી કરાઈ?

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, અમદાવાદ જિલ્લાના બે મામલતદાર એ.એમ પરમારનું વડોદરા જિલ્લામાં, તો અશોક જે. ગોહિલનું જૂનાગઢના વંથલીમાં ટ્રાન્સફર કરાયું છે. રાજકોટના મામલતદાર એમ.ડી દવેનું જસદણમાં ટ્રાન્સફર કરાયું છે. ગાંધીનગરના દહેગામના મામલતદાર રોનક કપૂરને અમદાવાદ જિલ્લામાં ડેપ્યુટી રજિસ્ટ્રાર બનાવાયા છે. 

આ ઉપરાંત પોસ્ટિંગની રાહ જોઈ રહેલા અતુલકુમાર પી. ભાડીને ગાંધીનગર, રેવન્યૂ ઈન્સ્પેક્શન કમિશનરમાં મામલતદાર, ફાલ્ગુની સી. સોનીને વડોદરા શહેર (દક્ષિણ)ના મામલતદાર, કુ. હેતલબા કે. ચાવડાને દહેગામના મામલતદાર તો કુ. મિત્તલબેન જે. પટેલની મહેસાણા કલેક્ટરમાં એડિશનલ ચીટનીસ તરીકે નિમણૂંક કરાઈ છે.

ADVERTISEMENT

બે મામલતદારોને મળ્યું પ્રમોશન

આ ઉપરાંત વર્ગ-3માં રહેતા બે મામલતદારને પ્રમોશન આપવામાં આવ્યું છે. જે મુજબ વડોદરા જિલ્લામાં કાર્યરત પ્રવિણભાઈ જે. વસાવાને દાહોદના સાંજેલીના મામલતદાર, તો રાજકોટમાં ફરજ બજાવતા શામાજીભાઈ આર. ગીણોયાને રાજકોટ કલેક્ટર ઓફિસમાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT