ગુજરાત સરકારનું હેડ ક્વોર્ટર 3 દિવસ માટે ગાંધીનગર નહીં કેવડિયા રહેશે! CM, મંત્રીઓ, IAS બધા કેવડિયા પહોંચશે
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર છે એટલે કે રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, સચિવો ગાંધીનગર ખાતે બેસે છે. પરંતુ શુક્રવારથી 19 થી 21 મે સતત…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર છે એટલે કે રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, સચિવો ગાંધીનગર ખાતે બેસે છે. પરંતુ શુક્રવારથી 19 થી 21 મે સતત ત્રણ દિવસ ગુજરાત સરકારનું હેડ ક્વાર્ટર ગાંધીનગર નહીં પરંતુ કેવડિયા રહેશે. કારણ કે કેવડિયા ખાતે તારીખ 19 મે થી 21 મે સુધી ગુજરાત સરકારની 10મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ તમામ વિભાગના સચિવો રાજ્યમાં તમામ 33 જિલ્લાના કલેકટર, ડીડીઓ સહિત તમામ આઇએએસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે આ 10મી ચિંતન શિબિર છે. ગુજરાત સરકારનો નવતર પ્રયોગ ચિંતન શિબિરનો તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી હતી અને તે કેવડીયા VIP સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. ત્યારે કેવડિયા ખાતેની ચિંતન શિબિરને લઈને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી ત્રણ દિવસ સુધી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આવનાર તમામ મંત્રીઓ તેમજ અધિકારીઓને આવવા જવાની વ્યવસ્થાથી લઈને જમવાની તમામ વ્યવસ્થા કરવા માટે અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ અને તમામ અધિકારીઓ કેવડિયા ખાતે ત્રણ દિવસ રહેશે એટલે કે કહી શકાય કે ત્રણ દિવસ સુધી ગુજરાત સરકારનો હેડ ક્વાર્ટર ગાંધીનગર નહીં પરંતુ કેવો રહેશે.
ટેન્ટ સિટી-2થી 3 દિવસની શિબિરનો પ્રારંભ
કેવડિયા-એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે આ ત્રિ-દિવસીય શિબિરનો પ્રારંભ 19 મે બપોર બાદ કરવામાં આવશે. બીજા દિવસે સવારે યોગ થકી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવશે. દિવસ દરમિયાન વિવિધ પાંચ ગ્રુપો દ્વારા શિક્ષણ, જાહેર સેવા, આરોગ્ય, શહેરી વિકાસ અને પંચાયત વિભાગના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ચર્ચાના અંતે જન કલ્યાણ અને વિવિધ યોજનાઓને વધુ અસરકારક બનાવવા માટે જે તે ગ્રુપ પોતાના તારણો પ્રસ્તુત કરશે.
ADVERTISEMENT
અધિકારીઓ કાર નહીં પણ વોલ્વો બસમાં આવશે
રાજ્યના સિનિયર-જુનિયર ઉચ્ચ અધિકારી GSRTCની આઠ વોલ્વો બસો મારફત રાજ્યના વિવિધ જિલ્લાના સ્થળોએથી મુસાફરી કરી અહીં આવશે. કુલ 230 જેટલા IAS અધિકારીઓ આ શિબિરમાં ભાગ લેવા આવી પહોંચશે. અલગ-અલગ 44 જેટલા અધિકારીઓ રાઉન્ડ ટેબલ પર ગ્રુપ ચર્ચા કરશે અને રાત્રી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, નર્મદા આરતી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, રિવર રાફ્ટિંગ તેમજ વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેશે. એક દિવસમાં 7 જેટલી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. અને પ્રોજેક્ટર પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગેસ્ટ લેક્ચર દ્વારા જે તે વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.
ADVERTISEMENT