ઉમરાળામાં AAP કાર્યકરો પર હુમલો થતાં ગોપાલ ઈટાલિયા ઈજાગ્રસ્તોની મુલાકાતેઃ પોલીસ સ્ટેશન જઈ કરશે રજૂઆત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ઉમરાળાના ધોળા ગામ ખાતે આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો પર હુમલો થતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ગોપાલ ઈટાલિયાએ આ ઘટના સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર પર આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી આજે ગુરુવારે સવારે તેઓ હોસ્પિટલમાં દાખલ આપ કાર્યકરોની ખબર પુછવા ગયા હતા. ત્યાંથી તેઓ પોલીસને આ ઘટનામાં રજૂઆત કરવા કાર્યકરો સાથે જવાના છે અને કડકમાં કડક પગલા લેવાય તેવી માગ કરવાના છે.

દિવાળી શુભેચ્છાના પોસ્ટર લગાવવા મામલે હુમલોઃ ઈટાલિયા
ઉમરાળાના ધોળા ગામે આપના કાર્યકરો પર હુમલો થયો હતો. દિવાળીની શુભેચ્છાના પોસ્ટર્સ લગાવતા હતા ત્યારે પોસ્ટર લગાવવાની બાબતને લઈને તેમના પર હુમલો થયો હતો. આ મામલે ઉમરાળા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે રજૂઆત કરવાના છે. તેઓ ઈજાગ્રસ્ત આપ કાર્યકરોની મુલાકાતે પહોંચ્યા હતા.


ઈટાલિયાએ કાર્યકરોની તબીયતની કરી ચિંતા
આ હુમલામાં આપના કાર્યકર રમેશભાઈ પરમાર અને ભગુભાઈ નામના કાર્યકર ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ તેમની મુલાકાત દરમિયાન તેમની તબીયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઢોલા ગામના ભાજપ ધારાસભ્ય આત્મારામ પરમારના ગુંડાઓએ આપ પાર્ટીના કાર્યકરો પર હુમલો કર્યો છે.

ADVERTISEMENT

પોલીસે યોગ્ય ફરિયાદ નોંધવામાં કરી આનાકાનીઃ ઈટાલિયા
તેમણે સોશિયલ મીડિયા પર પણ આ હુમલાની નીંદા કરતા કહ્યું કે,  ભાજપના સ્થાનિક પાલતુ ગુંડાઓના દબાણ હેઠળ કાયદેસરની કલમો મુજબ ફરિયાદ નોંધવા માટે આનાકાની કરવામાં આવી રહી છે. મારી પાર્ટીના તમામ મિત્રોને વિનંતી છે કે, ભાજપી લફંગાઓની ગુલામીમાંથી આઝાદ થવું હશે તો આવતીકાલે તહેવાર હોવા છતા આપણે સૌએ રમેશભાઈ અને ભગુભાઈના સમર્થનમાં ઉમરાળા હાજર રહેવું પડશે. જો યોગ્ય કલમો અને તમામ લફંગાઓના નામ સાથે ફરિયાદ નહીં લખવામાં આવે તો આમ આદમી પાર્ટી ઉમરાળામાં સમર્થન આપવા તમામ મિત્રોને તૈયારીમાં રહેવા વિનંતી કરે છે.

(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT