ગોધરાઃ કલેક્ટરે મતદાનના દિવસે શું કહ્યું, પત્ની સાથે લાઈનમાં ઊભા રહ્યા
ગોધરાઃ ગોધરાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ આજે ઝાલોદ રોડ સ્થિત આઇટીઆઇ ખાતેના મહિલા સંચાલિત સખી મતદાન મથકે પોતાના ધર્મપત્ની સાથે મતદાન…
ADVERTISEMENT
ગોધરાઃ ગોધરાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ આજે ઝાલોદ રોડ સ્થિત આઇટીઆઇ ખાતેના મહિલા સંચાલિત સખી મતદાન મથકે પોતાના ધર્મપત્ની સાથે મતદાન કરીને મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે જણાવ્યું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ છે. જિલ્લાના તમામ મતદારો આજે અવશ્ય મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય.
કલેક્ટર લાઈનમાં ઊભા રહ્યા
કલેક્ટર ડો. ગોસાવી અને તેમના ધર્મપત્ની આજે સામાન્ય માણસની જેમ મતદાન મથકે કતારમાં ઊભા રહ્યા હતા અને તેમનો વારો આવ્યો ત્યારે તેમણે મતદાન કર્યું હતું. તેમણે અહીં ઊભા કરાયેલા સેલ્ફી પોઇન્ટ ખાતે સેલ્ફી લઇને મતદાન કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સખી મતદાન મથકે પ્રિસાઇડીંગ ઓફિસરથી લઇને સુરક્ષા વ્યવસ્થા સહિતનો તમામ સ્ટાફ મહિલા સંચાલિત છે. તેમજ મતદાન મથકને સુંદર રીતે શણગારવામાં પણ આવ્યું છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ આજે ઝાલોદ રોડ સ્થિત આઇટીઆઇ ખાતેના મહિલા સંચાલિત સખી મતદાન મથકે પોતાના ધર્મપત્ની સાથે મતદાન કરીને મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી#GujaratElections2022 #ElectionWithGujaratTak pic.twitter.com/0ybCXMKSGh
— Gujarat Tak (@GujaratTak) December 5, 2022
(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT