ST નિગમના ફિક્સ-પેના કર્મચારીઓ માટે ખુશખબર, આટલા ટકા પગાર વધારાને મળી મંજૂરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

GSRTC employees salary : રાજ્ય સરકારે એસટીના ફિક્સ પે કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી છે. ગુજરાત સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ST નિગમના ફિક્સ-પેનાં કર્મચારીઓનાં પગારમાં 30 ટકાનો વધારો કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરત કરવામાં આવી છે. આજે રાજ્ય સરકારના નાણાં વિભાગે તેના પર મોહર લગાવી 30 ટકાનો પગાર વધારો જાહેર કર્યો છે.

અગાઉ વાહન વ્યવહાર વિભાગના મંત્રીએ આ અંગે વાત કરી હતી

અગાઉ નવેમ્બર મહિનામાં ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી.વિભાગનાં વિવિધ યુનિયન સાથે બેઠક કરી હતી. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ST કર્મચારીઓ વિશે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો, આ અંગે વાત કરતાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાણવામાં આવ્યું હતું કે તાજેરતમાં રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે એસટીના ફિક્સ પે કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ આશરે 7 હજારથી વધુ કર્મચારીઓને તેનો લાભ મળશે. આજે નાણામંત્રાલયે પણ આ મુદે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT