મતદાનથી લઈ મતદારોની માહિતી જાણો વિગતવાર, ચૂંટણી પંચે કરી આ મહત્ત્વપૂર્ણ જાહેરાતો…
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ચૂંટણીપંચે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે.…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ચૂંટણીપંચે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરના દિવસે ચૂંટણી પરિણામો જાહેર કરાશે. જાણો ચૂંટણી પંચે કરેલી મહત્ત્વપૂર્ણ જાહેરાતો વિશે….
સિનિયર સિટિઝન અને દિવ્યાંગો માટે ખાસ સુવિધાની કાળજી
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સે ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તમામ મતદાન મથકો પર પીવાના પાણીની વ્યવસ્થા, વેઈટિંગ રૂમ, ટોઈલેટ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર જ રહેશે તથા સિનિયર સિટિઝ અને દિવ્યાંગો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
1274 એવા વિશેષ મહિલા મતદાન મથકોનું આયોજન કરાશે, જ્યાં મહિલા પોલીસ અધિકારીઓ તથા ચૂંટણી સ્ટાફ પણ મહિલાઓનો રહેશે. જ્યારે 182 મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા કરાશે. વળી તાજેતરમાં જે લોકોની ભરતી થઈ છે તેવા ચૂંટણીના યુવા અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ગુજરાતમાં 33 મતદાન મથકોમાં રહેશે. આ સૌથી યુવા સ્ટાફ રહેશે.
ADVERTISEMENT
શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાશે
ઉલ્લેખનીય છેકે મતદારોને સુવિધા માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાવા જઈ રહ્યું છે. તેવામાં જાફરાબાદના શિયાળબોટના 457 જેટલા મતદારો માટે ખાસ સુવિધા ઉભી કરાશે. જ્યારે અત્યારે 51,782 કેન્દ્રો પર મતદાન થવા જઈ રહ્યું છે. જેમાંથી ગુજરાત રાજ્યમાં મતદાતાઓની સંખ્યા 4.90 કરોડની છે, જ્યારે 3 લાખ 24 હજાર જેટલા નવા મતદારો અહીં નોંધાયા છે.
- ગુજરાતમાં 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન મતદારોની સંખ્યા 9.89 લાખ છે.
- 2017ની તુલનામાં આ ટર્મમાં ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યામાં 100 ટકા સુધીનો વધારો થયો છે.
- અગાઉ 2017માં 700 ટ્રાન્સજેન્ડરો હતા જે 1417એ આંક પહોંચી ગયો છે.
- વળી દેશની વાત કરીએ તો કુલ 44 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો અહીં છે.
1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન
પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.
ADVERTISEMENT
બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જેમાં 17 નવેમ્બર નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ હશે. જ્યારે 21 નવેમ્બર સુધીમાં નામાંકન પાછું ખેંચી શકાશે. 5મી ડિસેમ્બરે ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT