ગુજરાતના 182 ધારાસભ્યોએ ચૂંટણીમાં કર્યો કેટલો ખર્ય? રિપોર્ટ આવ્યો સામે, જાણો સૌથી ઓછો અને વધારે ખર્ચ કોનો

ADVERTISEMENT

ગુજરાતના 182 ધારાસભ્યોએ ચૂંટણીમાં કર્યો કેટલો ખર્ય? રિપોર્ટ આવ્યો સામે, જાણો સૌથી ઓછો અને વધારે ખર્ચ કોનો
ગુજરાતના 182 ધારાસભ્યોએ ચૂંટણીમાં કર્યો કેટલો ખર્ય? રિપોર્ટ આવ્યો સામે, જાણો સૌથી ઓછો અને વધારે ખર્ચ કોનો
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણીઓ ગઈ છે. કોને કેવી જીત મળી કેટલી મળી ધારાસભ્ય બન્યા પછી કોને કેટલું કામ શરૂ કર્યું તે પણ આપ જાણતા હશો પરંતુ શું આપ જાણો છો કે ચૂંટણી દરમિયાન નેતાઓએ ખર્ચ કેટલો કર્યો છે. તમે ખરેખર જાણીને ચોંકી જશો તે નક્કી છે. કારણ કે ચૂંટણી પંચે ખર્ચની 40 લાખ રૂપિયાની લિમિટ પણ નિયમોમાં રાખી છે અને ધારાસભ્યોએ તેટલામાં જ ખર્ચો સમેટી લીધો છે. કદાચ આપ જે તે વિસ્તારના ધારાસભ્યને નજીકથી જાણતા હોવ તો તો ચોક્કસ ચૂંટણી ખર્ચના આ આંકડા તમને ચોંકાવી શકે છે.

એડીઆરના રિપોર્ટડમાં શું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો પર ધારાસભ્યોમાંથી 23 ધારાસભ્યોએ તો 50 ટકા કરતા પણ ઓછો ખર્ચ કર્યો છે. જ્યારે ગુજરાતના ધારાસભ્યોએ એવરેજ તો માત્ર 27.10 લાખ ખર્ચ કર્યો છે. જેમાં સૌથી વધારે ભાજપના તે પછી કોંગ્રેસ અને તે પછી અન્ય પક્ષોના ધારાસભ્યોએ ખર્ચ કર્યો છે. ભાજપના ધારાસભ્યોએ 27.94 લાખનો સરેરાશ ખર્ચ કર્યો છે તો કોંગ્રેસના ધારાસભ્યોએ 24.92 લાખનો સરેરાશ ખર્ચ કર્યો છે. જોકે હજુ પણ એવા 8 ધારાસભ્યો તો છે જ કે જેમણે રૂપિયાનો ખર્ચ પણ કર્યા નથી.

માણસની ક્રૂરતાઃ મોરવા હડફમાં કુતરાઓને માર મારી શખ્સોએ દોરડાથી બાંધી દીધા- CCTV

ખર્ચમાં સૌથી આગળ કયા નેતા
ચૂંટણીમાં સૌથી વધુ ખર્ચ બતાવનારા ધારાસભ્યમાં ડો. જયરામ ગામિતનું નામ આવે છે. તેઓ નિઝર બેઠકના ધારાસભ્ય છે અને ચૂંટણીમાં 38 લાખ ખર્ચ કર્યાનું દર્શાવ્યું છે. તેમના પછી બીજા નંબર પર કલોલ બેઠકના ધારાસભ્ય લક્ષમણજી ઠાકોરનું નામ આવે છે. તેમણે ચૂંટણીમાં 37 લાખ ખર્ચ કર્યાનું દર્શાવ્યું છે. તથા ત્રીજા નંબર પર કિરીટસિંહ ડાભીનું નામ આવે છે જેઓ ધોળકા બેઠકના ધારાસભ્ય છે. તેમણે કુલ ખર્ચ 36 લાખ કર્યો હોવાનું દર્શાવ્યું છે.

ADVERTISEMENT

સૌથી ઓછા ખર્ચમાં કોણ?
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ઓછો ખર્ચ કરનારા નેતાઓમાં સૌથી ઓછા ખર્ચાળ નિકળ્યા છે કાંધલ જાડેજા. કાંધલ જાડેજા કુતિયાણા બેઠકના ધારાસભ્ય છે અને તેમણે માત્ર 6 લાખ રૂપિયા જ ખર્ચ કર્યાનું બતાવ્યું છે. આ પછી નામ આવે છે આંકલાવના અમિત ચાવડાનું તેમણે માત્ર 9 લાખ જ ખર્ચ કર્યાનું દર્શાવ્યું છે ત્યારે તેમના સાથે સાથે નામ આવે છે નારણ મકવાણાનું કે જે બોટાદ બેઠકના ધારાસભ્ય છે તેમણે 9 લાખ રૂપિયા ખર્ચ કર્યો હોવાનું દર્શાવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT