ચૂંટણી પહેલાનું ચોમાસું સત્ર તોફાની બને એવી સંભાવના, વિપક્ષ બેરોજગારી અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી શકે
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીની સરકારનું 14મી વિધાનસભાનું અંતિમ સત્ર યોજાવા જઈ રહ્યું છે.…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીની સરકારનું 14મી વિધાનસભાનું અંતિમ સત્ર યોજાવા જઈ રહ્યું છે. જે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના દિવસે થશે. આ દરમિયાન વિપક્ષ હવે સરકાર પર આકરા પ્રહારો કરી શકે છે. તેવામાં ગ્રેડ પે તથા લઠ્ઠાકાંડ સહિતના મુદ્દા પર સરકાર સામે આકરા પ્રહારો થઈ શકે છે. તેવામાં આ 2 દિવસીય ચોમાસુ સત્ર તોફાની બની રહે એવી ધારણાઓ સેવાઈ રહી છે.
સરકાર સામે પ્રજાના વિવિધ પ્રશ્નોના પડકાર ફેંકાઈ શકે
નોંધનીય છે કે આ બે દિવસીય ચોમાસું સત્ર દરમિયાન સરકાર સામે વિપક્ષો આકરા પ્રહારો કરી શકે છે. આ દરમિયાન લઠ્ઠાકાંડ, કાયદો તથા વ્યવસ્થા, કર્મચારીઓની હડતાળો તથા મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પૂરજોશમાં ઉઠી શકે છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે 6થી વધુ વિધેયકોને વિધાનસભાના અંતિમ દિવસે ગૃહમાં રજૂ કરાઈ શકે છે.
બુધવારની બેઠકમાં નિર્ણય લેવાયો
રાજ્યપાલને બુધવારની કેબિનેટ બેઠક પછી ચોમાસુ સત્ર બોલાવવા માટે જણાવાયું છે. જોકે હજુ સુધી ગેજેટ પસાર થયું નથી પરંતુ આજે ગુરુવાર સુધીમાં પ્રસિદ્ધ થઈ જાય એવી માહિતી મળી રહી છે. જોકે ચોમાસુ સત્રનો અંતિમ દિવસ હશે ત્યારે મોટાભાગના સુધારા વિધેયકો પસાર કરાઈ શકે છે.
ADVERTISEMENT
આ દરમિયાન રાજ્યમાં વિવિધ જગ્યાએ ચાલતી લો કોલેજોને નેશનલ યુનિવર્સિટી સાથે સાંકળવાનો પ્રયાસ કરાશે. વળી રખડતા ઢોર મુદ્દે જે કાયદો ગત વિધાનસભા સત્રમાં મુલતવી રખાયો હતો એના પર સરકાર કોઈ સ્ટેન્ડ લેશે કે નહીં એની માહિતી મળી શકી નથી.
ADVERTISEMENT