ચૂંટણી જાહેરાત પહેલા સરકાર એક્શન મોડમાં: વિવિધ માગણીઓ ધડાધડ મંજુર થઈ, જાણો કઈ કઈ માગ સંતોષાઈ
ગાંધીનગરઃ ગુજરાતમાં ચૂંટણી આવી અને લોકો માટે ઘણું બધુ લાવી છે. ગુજરાતમાં જ્યાં ચૂંટણી સમયે જ સરકારનું નાક દબાવતા લોકો શીખી ગયા છે ત્યાં સરકાર…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં ચૂંટણી આવી અને લોકો માટે ઘણું બધુ લાવી છે. ગુજરાતમાં જ્યાં ચૂંટણી સમયે જ સરકારનું નાક દબાવતા લોકો શીખી ગયા છે ત્યાં સરકાર પણ ચૂંટણી ટાંણે ખાસ જનતાને ખુશ રાખવાની ચાલતી આવતી પ્રથા પર અકબંધ રહી છે. હાલમાં જ ઘણી માગણીઓ અને નારાજગીઓના દૌર વચ્ચેથી ગુજરાત સરકાર પસાર થઈ રહી છે ત્યારે ચૂંટણી જાહેર થતા પહેલા જાણે સરકાર એક્શન મોડમાં આવી ગઈ હોય તેવો રંગ જામ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ પંચાયત હસ્તકના કર્મચારીઓ સહિતની ઘણી માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આવો જાણીએ સરકારે એક્શન મોડમાં આવીને શું કરાવ્યા તમને ફાયદા.
ચૂંટણી નજીક ન હોત તો તાળીઓની વધાવવી પડે તેવા નિર્ણયો
હાલમાં જ પંચાયત હસ્તકના આરોગ્યના કર્મચારીઓની પડતર માગણીઓને લઈને નારાજગી જોવા મળી હતી. જોકે સરકારે તે માગણીઓ પરના પત્રો પણ કરી દીધા છે. ઉપરાંત પંચાયત હસ્તકના કર્મચારીઓને ઉચ્ચ ફિક્સ સર્વેલન્સ પ્રોત્સાહન આપવાનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જો ચૂંટણી નજીક ન હોત તો કદાચ આપ તાળીઓથી વધાવી લેતા તેવો નિર્ણય પણ કરાયો છે. સરકાર દ્વારા રવિવારે તથા જાહેર રજાના દિવસે કરેલી નોકરીના સંદર્ભમાં પગાર અંગેનો પરિપત્ર પણ કરી દીધો છે. ઉપરાંત પીટીએના બદલે ક્ષેત્રીય ફેરણી ભથ્થુ આપવા અંગેની માગનો પણ પરિપત્ર કરવામાં આવ્યો છે.
130 દિવસમાં રજાઓ દરમિયાન કામનો પગાર મળશે
ઉલ્લેખનીય છે કે ખાસ કરીને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પંચાયત સેવાના હસ્તકના હડતાલ પર ઉતર્યા હતા. જેમાં કોરોના સમયમાં તેમણે રવિવાર ઉપરાંત 130 દિવસની સેવાઓ કરી હતી. લોકોને બચાવવા માટે કામ કરી ચુકેલા પરપઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર અને મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝર વર્ગ 3ના કર્મચારીઓ તેને લઈ હડતાળ પર ઉતર્યા હતા. તેમની વિવિધ માગણીઓમાં 130 દિવસોમાં કામ કરેલી રજાઓના પગાર આપવાની વાત મુકી હતી. જે માગણી પ્રમાણે સરકારે તેનો સ્વીકાર કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT