ભાજપ એવું વિચારે કે આમણે તો ચપટી ચવાણું અને પોટલી દારુથી મત લીધા, તેમને બતાવી દો…: નસવાડીમાં બોલ્ચા અમિત ચાવડા
નસવાડીઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે પરિવર્તન સંકલ્પ યાત્રા યોજવામાં આવી છે. છોટા ઉદેપુરથી પાવી જેતપુર અને નસવાડીમાં જનસભા યોજવામાં આવી હતી. આ જનસભામાં અમિત ચાવડાએ…
ADVERTISEMENT
નસવાડીઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે પરિવર્તન સંકલ્પ યાત્રા યોજવામાં આવી છે. છોટા ઉદેપુરથી પાવી જેતપુર અને નસવાડીમાં જનસભા યોજવામાં આવી હતી. આ જનસભામાં અમિત ચાવડાએ ભાજપ સરકાર પર જોરદાર ચાબખા માર્યા હતા. ભાજપ એવું વિચારે કે આમણે તો ચપટી ચવાણું અને પોટલી દારુથી મત લીધા, તેમને બતાવી દો. તેવું તેમણે કહ્યું હતું. તેમણે આ ઉપરાંત મોદી, આનંદીબહેન, વિજય રુપાણી, ભુપેન્દ્ર પટેલને ભુવા કહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ આપણા ભુવા નથી પારકા છે અને નાળિયેર આપણી બાજુ નાખતા નથી તેથી આપણો ભુવો બેસાડવાનો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે નરેન્દ્ર મોદીને ભુવા કહ્યા હતા કે દિલ્હીમાં આપણો ભુવો છે જે ધૂણે તોય નાળિયેર આપણી બાજુ નાખે એમ તેઓ વિવિધ યોજનાઓના લાભો તેઓ ગુજરાતને આપી રહ્યા છે.
મોદી-શાહના ધમકાવવાથી કરોડોના ઢગલા કરવા છતાં વફાદાર રહ્યાઃ અમિત ચાવડા
જે વ્યક્તિએ તમારા વિશ્વાસને અકબંધ રાખવા તમારા સ્વાભીમાનને નમવા ન દેવા કરોડોના ઢગલા કર્યા પણ, એ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ધમકાવવાથી તમારાથી દુર ન થયા. વફાદારો બજારમાં વેચાતા નથી. નસવાડીમાં આવું છું તમારા પ્રેમરૂપે આ સાફો બંધાવ્યો છે. સાફાની લાજ રાખવાની જવાબદારી પણ છે. તમારે આ સાફાની રાજ એટલે રાખવાની છે કે આજે ચૂંટણી જાહેર થઈ ગઈ છે તો ગુજરાતમાં પરિવર્તન એ જ કલ્યાણ. તમારો ઉત્સાહ જોઈ લાગે જ છે કે નસવાડી તો 100 ટકા જીતવાના જ છીએ, પણ કોંગ્રેસની સરકાર બનવાની પણ નક્કી જ છે.
ADVERTISEMENT
કોંગ્રેસના કાર્યકર તરીકે અમને અમારા વડવાઓનો ગર્વઃ ચાવડા
કોંગ્રેસે ઘણી ચિંતા કરી, કોઈના ઘરે તૈયાર રોટલો આપવાની નથી. પણ એક સરકાર લીટીનો કાયદો એવો કરે કે આપણી પેઢીઓની પેઢીઓ તરી જાય અને બીજી સરકાર એવી હોય કે એક લીટીનો કાયદો એવો કરે કે આપણી પેઢીઓની પેઢીઓ બરબાદ થઈ જાય. આજે અમે એટલું ગર્વથી કહી શકીએ છીએ કે અમે એવી કોંગ્રેસના કાર્યકરો છીએ જેના વડવાઓએ આ દેશને આઝાદી અપાવવા બલીદાન આપ્યા છે, સર્વસ્વ ન્યોછાવર કર્યું છે. આ દેશમાં આઝાદી પછી ટાંકણી પણ બનતી ન હતી, અંગ્રેજો કહેતા કે તમે દેશ કેવી રીતે ચલાવશો, તમે અંદરોઅંદર લડીને મરી જશો, તમને દેશ ચલાવતા નહીં આવડે, દેશના ભાગલા પડી જશે. ત્યારે બાબા સાહેબના બંધારણના અક્ષરે અક્ષરનું પાલન કર્યું અને દેશમાં તમામને સમાનતાનો હક મળ્યો તે કામ કર્યું હોય તો કોંગ્રેસની સરકારે કર્યું. એટલા માટે દેશના વડાપ્રધાન હોય કે દેશના રાષ્ટ્રપતિ હોય તેમના મતની કિંમત પણ એક છે અને નસવાડીના કોઈ સામાન્ય ઘરની વ્યક્તિ હોય તેના મતની કિંમત પણ એક જ છે. અંબાણીના મતની કિંમત પણ એક હોય અને નસવાડીમાં ખેતમજુરી કરતા આદિવાસીના મતની કિંમત પણ એક જ છે.
ભાજપના શાસનમાં મુઠ્ઠીભર લોકોને લાભ થયોઃ ચાવડા
ચપટી ચવાણું અને પોટલી દારુથી મત લીધા છે એવું ભાજપ વિચારે છે પણ આપણે મતની તાકાત બતાવી દેવાની છે. બતાવી દેવું છે કે ભુક્કા કાઢી ઘરે મોકલી દીધા છે. હવે નસવાડી જ નહીં આખા ગુજરાતમાં પરિવર્તનની હવા શરૂ થઈ છે. અગાઉની ચૂંટણી વખતે પેલા દાઢીવાળા ભાઈ કહેતા કે બહુ થઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર. 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાના હતા, સ્મૃતિબેન ઈરાની ગેસના બોટલનો ભાવ 400 હતો ત્યારે માથે લઈને રસ્તા પર બેસતા હવે…? તેલનો ડબો 1200માં મળતો હતો આજે 3000નો થઈ ગયો આજે ઘર ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે. સંતાનો મોંઘું શિક્ષણ લે અને મહેનત કરી પરીક્ષા આપવા જાય તો પેપર ફૂટી જાય. પછી રોજગારી લેવા જાય તો નોકરીઓ મળતી નથી. પેપર એકવાર ફૂટે તો ઠીક, બે વાર ફૂટે તો સમજી શકાય પણ 24 વખત પેપર ફૂટે? મતદાન ઓછું થાય છે 70 ટકા થાય અને 30 ટકા રહી જાય છે. 30 ટકા કોના રહી જાય છે એ આપણા જ રહી જાય છે. પેલા તો ભણેલા છે સવારે વહેલું મતદાન કરી દે છે. આપણે ખેતર જતો આવું, લગ્નમાં જતો આવું આવું બધું કરે તો આ વખતે મતદાન કરજો. તમે સામાન્ય જનતા નથી તમે જવાબદાર લોકો છો. સગાવ્હાલા ઓળખીતાઓ બધાને વિનંતી કરજો કે 27 વર્ષથી ભાજપની સરકારમાં લોકોને અન્યાય થયો છે, કહેજો કે આ શાસનમાં મુઠીભર લોકોને લાભ થયો છે. એસસી એસટી ઓબીસીના લોકોને ખુબ અન્યાય થયો છે. આપણો માણસ સરકારમાં લાવવો છે. કોઈ પણ આદિવાસી મંત્રીના દરવાજાને ધક્કો મારીને ખોલી શકે અને મંત્રીની સામેની ખુરશીમાં બેસી વાત કરી શકે તેવી સરકાર લાવવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગાંધીનગરમાં આપણો ભુવો બેસાડવાનો છે 27 વર્ષથી પારકા ભુવા છેઃ અમિત ચાવડા
આપણે ત્યાં કહેવાય છે કે ઘરનો ભુવો ધૂણે તો નાળીયેર પોતાના ઘર તરફ નાખે. આ છેલ્લા 27 વર્ષથી પારકા ભુવા ગાંધીનગરની ગાદીએ બેઠા છે એટલે નાળીયેર આપણી બાજુ નથી નાખતા. આ વખતે ગુજરાતની જનતાએ નક્કી કરી લીધુ છે કે આપણે આપણો ભુવો લાવવો છે. આપણો ભુવો આપણી તરફ નાળીયેર નાખે તેની જવાબદારી અમે લેવા આવ્યા છીએ. હું ધીરુભાઈનો જામીન થવા આવ્યો છું. કોઈ કચાશ થઈ હશે તો હું તે પુરી કરવા બંધાયો છું.
ADVERTISEMENT