બોલો… આવી છે શિક્ષણની હાલતઃ સુરતમાં બર્થ સર્ટી હિન્દીમાં હોવાથી શાળાએ એડમીશન ન આપ્યું
સુરતઃ સુરતમાં એક પિતા પોતાના સંતાનના એડમીશન માટે પાંડેસરાની એક શાળામાં ગયા જ્યાં શાળાના કહેવાતા ભણેલા પણ બુદ્ધીમાં અભણ તંત્રએ એડમીશન આપવાની એટલે ના પાડી…
ADVERTISEMENT
સુરતઃ સુરતમાં એક પિતા પોતાના સંતાનના એડમીશન માટે પાંડેસરાની એક શાળામાં ગયા જ્યાં શાળાના કહેવાતા ભણેલા પણ બુદ્ધીમાં અભણ તંત્રએ એડમીશન આપવાની એટલે ના પાડી દીધી કે જન્મનો દાખલો હિન્દી ભાષામાં છે. ભારતમાં રહેવું અને હિન્દીને નકારવું આ શાળાને બાદમાં મોંઘુ પડી ગયું. જે પછી અહીં દીકરીના પિતા સાથે અન્ય સંગઠનો પણ ટેકામાં આવ્યા અને શાળામાં ભારે હંગામો મચાવ્યો હતો.
શું બની ઘટના
બન્યું એવું કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં મૈરી માતા સ્કૂલ આવેલી છે. અહીં ધર્મેન્દ્ર પાંડેય નામના એક વ્યક્તિ પોતાની દીકરી સોનાલી માટે એડમીશન લેવા માગતા હોઈ ઈન્ક્વાઈરી માટે ગયા હતા. ધર્મેન્દ્ર પાંડેયનું કહેવું છે કે તેઓ અહીં ગયા તે દરમિયાન તેમણે બાળકીને શાળામાં એડમીશન માટેની તમામ કામગીરીઓ જાણવા માગી ત્યારે તંત્રએ તેમની પાસેથી ડોક્યૂમેન્ટ્સ અંગે વાત કરી. જ્યાં તેમના ડોક્યૂમેન્ટ્સ જોતા જ ત્યાં હાજર સ્ટાફે મને કહ્યું કે, તમારી દીકરીનો જન્મનો દાખલો હિન્દીમાં છે. અંગ્રેજીમાં જન્મનું પ્રમાણ પત્ર માગવા પર જ ફોર્મ મળશે તેમ કહી ફોર્મ આપવાની પણ ના પીડી દીધી હતી.
પોલીસ પણ દોડી આવી
શાળામાં બનેલી આ ઘટના એબીવીપીના કાર્યકર્તાઓની સામે આવી હતી. જે પછી એબીવીપીએ તે પિતાની સાથે મળીને અહીં સ્કૂલમાં ભારે હંગામો કર્યો હતો. અહીં સુધી કે શાળાનો સ્ટાફ પણ અહીં આવી પહોંચ્યો અને તેમને શાંત થવા તથા આ અંગે વાર્તાલાપ કરવા સમજાવવા પડ્યા હતા. પોલીસ પણ બનાવને પગલે શાળામાં દોડી આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT