ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે ઓચિંતું રાજીનામું આપતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ
Gujarat Education Board News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દીધું છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી તેમનું…
ADVERTISEMENT
Gujarat Education Board News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દીધું છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી, હાલ તે પેન્ડિંગ છે. અચાનક શિક્ષણ બોર્ડના ચેરમેને રાજીનામાં આપી દેતા હવે અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે.
નિવૃત્તિ બાદ એ.જે શાહને એક્સટેન્શન અપાયું હતું
ખાસ છે કે નિવૃત્ત IAS અધિકારી એ.જે શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. તેઓ વર્ષ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, દરમિયાન તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. બાદમાં તેઓ નિવૃત્ત થયા પરંતુ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રખાયા હતા.
કયા કારણોથી રાજીનામું આપ્યું?
અત્યાર સુધીમાં તમને પાંચ એક્સટેન્શન આપવામાં આવી ચૂક્યા છે. જોકે તેમનું પાંચમું એક્સટેન્શન પૂરું થાય આ પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા અનેક અટકળો ઉઠી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, તેમણે પરિવારિક કારણોસર રાજીનામું આપી દીધું છે. જોકે હજુ સુધી તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT