GUJARAT માં ભયાનક ગરમી અને કમોસમી વરસાદની આગાહી, માર્ચમાં જ નાગરિકો-ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં કમોસમી વાતાવરણની જાણે મોસમ ખીલી હોય તે પ્રકારે માર્ચ મહિનામાં વરસાદ થયો. હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભર ઉનાળે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છએ. રાજ્યમાં 2 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ ઉપરાંત આગામી 48 કલાકમાં તો કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજમાં આજે ગુજરાતનું સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. અત્યારથી જ નાગરિકો ગરમીથી ત્રાહીમામ પોકારી ચુક્યા છે.આ ઉપરાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના સત્તાવાર નિવેદનમાં 13, 14, 15 માર્ચેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાતા ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની છે. ઉત્તર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમા વરસાદ વકી જોવા મળી રહી છે. ૧૩મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. જ્યારે ૧૪ માર્ચે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા-નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ૧૩ અને ૧૪ માર્ચ દરમિયાન આ જિલ્લાઓમાં ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવાયું છું.

આગામી દિવસોમાં અમદાવાદ શહેર સ‌િહત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં ર-૩ ડિગ્રીનો વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદમાં ૩૬, ગાંધીનગરમાં ૩૪, રાજકોટમાં ૩૭, વડોદરા અને સુરતમાં ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ૩૮ ડિગ્રી સાથે ભૂજ, નલિયા, કેશોદ સૌથી ગરમ રહ્યાં હતાં. આમ, રાજ્યમાં મોટા ભાગે મહત્તમ તાપમાન ૩૬-૩૭ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે. હવે ફરી એક વાર વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોના શાકભાજી અને બાગાયતી પાકને નુકસાન થવાની સંભાવના છે અને આથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT